કુલદીપ પાસે દિલ માંગે મોર : ભરત અરુણ

14 February, 2019 04:06 PM IST  | 

કુલદીપ પાસે દિલ માંગે મોર : ભરત અરુણ

કાંડાની કમાલ : પાંચ વિકેટ લીધા બાદ સ્ટેડિયમમાં પાછો ફરતો કુલદીપ યાદવ.

સિડની ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે દમદાર પ્રદર્શન કરી ભારતને ડ્રાઇવિંગ સીટમાં લાવવા માટે ભારતીય ટીમના બોલિંગ-કોચે કુલદીપ યાદવની પ્રશંસા કરી છે. ભરણ અરુણે કહ્યું હતું કે ‘અમે આ બોલર પાસેથી થોડીક વધારે આશા પણ રાખી શકીએ છીએ. ઇંગ્લૅન્ડના પ્રવાસની સરખામણીમાં ચાઇનામૅન સ્પિનર ઘણો સારો સાબિત થયો છે. ઑસ્ટ્રેલિયામાં તેણે ૯૯ રન આપીને પાંચ વિકેટ લીધી છે, જેને કારણે એ ૩૦૦ રન જ બનાવી શક્યું છે.’

આ પણ વાંચો : ભારતીય ફુટબૉલ ટીમે તમામને આપ્યો આંચકો

વરસાદને કારણે પ્રભાવિત ટેસ્ટના ચોથા દિવસ બાદ કોચે કહ્યું હતું કે ‘વન-ડેમાં તે ઘણો સફળ રહ્યો છે. વળી ગુગલીનો પણ પ્રભાવશાળી ઉપયોગ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પિચનો પણ સારો ઉપયોગ કરે છે. તે ઓવર અને રાઉન્ડ ધ વિકેટ બોલિંગ પણ કરે છે, જેને કારણે તેને ઘણી વિવિધતા મળે છે.’

Kuldeep Yadav india australia test cricket cricket news sports news