કોહલી બેસ્ટ છે, પણ સ્મિથનો રેકૉર્ડ ઘણું કહી જાય છે : ગાંગુલી

18 September, 2019 12:58 PM IST  |  કલકત્તા

કોહલી બેસ્ટ છે, પણ સ્મિથનો રેકૉર્ડ ઘણું કહી જાય છે : ગાંગુલી

ગાંગુલી

તાજેતરમાં ઍશિઝ સિરીઝ પત્યા બાદ ચારેય બાજુ સ્ટીવન સ્મિથના પર્ફોર્મન્સનાં વખાણ થઈ રહ્યાં છે. આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં એ વિરાટ કોહલીને ઘણા પૉઇન્ટ્સના ડિફરન્સ સાથે બીજા નંબર પર મૂકીને પહેલા નંબરે પહોંચી ગયો છે. સ્મિથના શાનદાર પર્ફોર્મન્સ બાદ ફરી એક વાર સ્મિથ અને કોહલીમાંથી કોણ બેસ્ટ છે એ પ્રશ્નોત્તરીએ જોર પકડ્યું છે.

આ વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂ‍ર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ એવો સવાલ છે જેનો જવાબ આપી શકાય એમ નથી. આ પર્ફોર્મન્સની વાત છે, તમે એને કેવી રીતે સરખા‍વી શકો? આજની તારીખમાં વિશ્વસ્તરે કોહલી બેસ્ટ છે, પણ સ્મિથનો રેકૉર્ડ ઘણ‌ું બધું કહી જાય છે. ૨૬ ટેસ્ટ સેન્ચુરી ખરેખર એક સારો રેકૉર્ડ કહેવાય.’

આ પણ વાંચો : જીતવા માટે બાંયો ચડાવી મેદાનમાં ઊતરશે ભારત અને સાઉથ આફ્રિકા

સ્ટીવન સ્મિથે ઍશિઝમાં કુલ ૭૭૪ રન કર્યા હતા અને તેને આ સિરીઝનો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો છે.

sourav ganguly virat kohli steve smith cricket news sports news