ચાર દિવસની ટેસ્ટના પ્રસ્તાવ સામે કોહલી અસહમત

05 January, 2020 04:46 PM IST  |  Mumbai Desk

ચાર દિવસની ટેસ્ટના પ્રસ્તાવ સામે કોહલી અસહમત

ભારત-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ પહેલાં વિરાટ કોહલીએ ગઈ કાલે ગુવાહાટીમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ-કૉન્ફરન્સમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે ટેસ્ટ મૅચને ચાર દિવસની બનાવવાનો પ્રશ્ન કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના પર તેણે પોતાની અસહમતી દર્શાવી હતી.

આ મુદ્દે વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘મારા મતે આ ફેરફાર ન થવો જોઈએ. મેં કહ્યું હતું એ પ્રમાણે ટેસ્ટ ક્રિકેટનું વધારે વ્યાપારીકરણ કરવા માટે ડે-નાઇટ મૅચ એક સારો વિકલ્પ છે. એ લોકોમાં એક ઉત્સાહ પેદા કરે છે, પણ એને વધારે ટૂંકાવવી મારા મતે યોગ્ય નથી.’
આ ઉપરાંત કોહલીએ એમ કહ્યું હતું કે જો આપણે ટેસ્ટ મૅચમાં એક દિવસ ઘટાડીને એને ચાર દિવસની કરીશું તો પછી લોકો ત્રણ દિવસની ટેસ્ટ મૅચની વાતો કરવા માંડશે.

virat kohli sports news sports cricket news