કોહલી-રબાડાની ફાઇટમાં ચાહકોને મજા પડશે : ડી કૉક

18 September, 2019 01:04 PM IST  |  મોહાલી

કોહલી-રબાડાની ફાઇટમાં ચાહકોને મજા પડશે : ડી કૉક

ડી કૉક

સાઉથ આફ્રિકાના કૅપ્ટન ક્વિન્ટન ડી કૉકનું માનવું છે કે આજે ભારત સામેની મોહાલીમાં રમાતી બીજી ટી૨૦ મૅચમાં વિરાટ કોહલી અને કૅગિસો રબાડાની ફાઇટ આકર્ષણનું કેન્દ્ર રહેશે. બન્ને ટીમના ધુરંધરો આમને-સામને થવાના છે, જે જોવા ચાહકવર્ગ ઘણો ઉત્સુક હશે. પહેલી ટી૨૦ મૅચ વરસાદને કારણે રદ થઈ હતી અને આજની બીજી મૅચ જીતવા બન્ને ટીમ જબરદસ્ત પ્રયાસ કરશે.

આ પણ વાંચો : કોહલી બેસ્ટ છે, પણ સ્મિથનો રેકૉર્ડ ઘણું કહી જાય છે : ગાંગુલી

ઇન્ડિયન ટીમમાં વિરાટ કોહલીને જ્યારે સાઉથ આફ્રિકામાંથી કૅગિસો રબાડાને સૌથી ઘાતક પ્લેયર ગણવામાં આવી રહ્યા છે. આ બન્ને પ્લેયરોની વાત કરતાં ડી કૉકે કહ્યું કે બન્ને પ્લેયરો સારા અને આક્રમક છે, જેથી તેમની વચ્ચે થનારી ફાઇટ જોવામાં ચાહકોને મજા પડશે.

india south africa cricket news sports news