કોહલી શ્રેષ્ઠ કૅપ્ટન છે : સ્ટાર્ક

14 February, 2019 02:42 PM IST  | 

કોહલી શ્રેષ્ઠ કૅપ્ટન છે : સ્ટાર્ક

બેંગ્લોર તરફથી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રમ્યો હતો

2014ની બૅન્ગલોરની ટીમમાં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રમનાર ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે તેને શ્રેષ્ઠ કૅપ્ટન ગણાવ્યો છે. પર્થમાં બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેઇનની મેદાન પર કોહલી સાથે થયેલી જીભાજોડીની ઘણી ચર્ચા થઈ હતી. મિચલ જૉન્સન સહિત ઘણા ખેલાડીઓએ કોહલીના આવા વર્તનની ટીકા કરી હતી. સ્ટાર્કે કોહલીનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘હું વિરાટ સાથે કેટલીક ટુર્નામેન્ટ રમ્યો છું અને તે કૅપ્ટન તરીકે ઘણો શાનદાર છે.’

 

સ્ટાર્કને બૅન્ગલોરે ૨૦૧૪માં ખરીદ્યો હતો જેમાં તેણે સારું પ્રદર્શન પણ ટીમ તરફથી કર્યું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તે ટીમથી અલગ થઈ ગયો હતો. ત્યાર બાદ આ વર્ષની શરૂઆતમાં કલકત્તા નાઇટ રાઇડર્સે તેને ખરીદ્યો હતો. જોકે ઈજાને કારણે તે ત્ભ્ન્ની ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

virat kohli mitchell starc royal challengers bangalore indian premier league