યુવીના મતે ધોની આ કારણથી વર્લ્ડકપની ટીમમાં છે જરૂરી

09 February, 2019 05:21 PM IST  | 

યુવીના મતે ધોની આ કારણથી વર્લ્ડકપની ટીમમાં છે જરૂરી

કેપ્ટન કૂૂલ મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજસિંહ હાલ ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યા છે. આ વર્લ્ડ કપમાં યુવીને ચાન્સ મળવાની શક્યતા નહિવત્ છે. જો કે યુવરાજસિંહે વર્લ્ડકપને લઈ એક એવું નિવેદન આપ્યું છે, જેને કારણે મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ ખુશખુશાલ છે. યુવરાજસિંહે વન ડે વર્લ્ડ કપની ટીમમાં ધોનીને મહત્વના ગણાવ્યા છે. યુવરાજસિંહના મતે વિરાટ કોહલીને સાચી દિશા બતાવવાની સાથે અન્ય નિર્ણયોમાં ધોનીની ભૂમિકા મહત્વની ગણાવી છે.

વર્ષ 2011ના વિશ્વ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ બનેલા યુવરાજ સિંહે બે મોઢે ધોનીના વખાણ કર્યા છે. યુવીનું કહેવું છે કે,'માહીનું ક્રિકેટિંગ નોલેજ જબરજસ્ત છે. તેમાંય વિકેટકીપર તરીકે તે ગેમને બેસ્ટ પોઝિશનમાંથી જોઈ શકે છે. આપણે ભૂતકાળની મેચોમાં આ વાત જોઈ પણ ચૂક્યા છીએ. ધોની એક શાનદાર પ્લેયર છે સાથે જ યુવા ખેલાડીઓ અને કપ્તાન વિરાટ કોહલીને સાચું માર્ગદર્શન આપશે.'

 

આ પણ વાંચો: જુઓ મોહમ્મદ અઝહરૂદ્દીનની અનસીન તસવીરો

 

ધોનીના હાલના ફોર્મ અંગે યુવરાજે કહ્યું હતું કે, ધોની પાસે જે અનુભવ છે તે ટીમના ઘણા પ્લેયર્સ પાસે છે. ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે હાલમાં જ ત્રણ મેચમાં સતત હાફ સેન્ચુરી ફટકારી હતી. હરીફ ટીમ પર અટેક કરવામાં માહી એક્સપર્ટ છે જે હાલની સિરીઝોમાં આપણે જોઈ ચુક્યા છે.