જાણો, અંબાતી રાયડુએ BCCI ને નિવૃતિ અંગે ઈ-મેઈલમાં શું લખ્યું?

03 July, 2019 04:58 PM IST  | 

જાણો, અંબાતી રાયડુએ BCCI ને નિવૃતિ અંગે ઈ-મેઈલમાં શું લખ્યું?

અંબાતીએ લખ્યો BCCIને ઈ-મેઈલ

વર્લ્ડ કપમાં સતત અવગણનાથી અંબાતી રાયડૂએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહ્યું છે. ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમનારા અંબાતી રાયડૂએ બુધવાર સવારે BCCIને ઈ-મેઈલ કરીને પોતાની રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ઈ-મેઈલમાં અંબાતી રાયડૂએ તમામ લોકોનો આભાર માન્યો હતો. અંબાતી રાયડૂએ રિટાયરમેન્ટ લેટરમાં તેના ક્રિકેટ સફરમાં ભાગ ભજવનારી દરેક વ્યક્તિ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંબાતી રાયડૂએ BCCIને કરેલા પત્રમાં લખ્યું હતું કે, હું તમારા બધાનું ધ્યાન કેન્દ્રિત કરું છું કે, 'હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત લઇ રહ્યો છું. મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક આપવા માટે BCCIનો આભાર માનું છું. તમામ રણજી ટીમો જેમ કે હૈદરાબાદ, બરોડા, આન્ધ્ર પ્રદેશ અને વિદર્ભની ટીમો પણ હું ભાગ રહ્યો હતો એ તમામ ટીમોનો આભાર. IPLમાં પણ સ્થાન આપવા માટે ચેન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો આભાર માન્યો હતો. ક્રિકેટમાં દેશનું પ્રતિનિધ્વ કરવુ એ મારી માટે એક સન્માનની વાત છે. દરેક સુકાની કે જેમની કેપ્ટનશીપમાં રમ્યો તેવા માહી, રોહિત શર્મા અને ખાસ કરીને વિરાટ કોહલી તેમણે મારી કારકિદીને સફળ બનાવવા મને ઘણી મદદ કરી હતી અને મારામાં વિશ્વાસ દર્શાવ્યો હતો. છેલ્લા 25 વર્ષોથી હું ક્રિકેટ સાથે જોડાયેલો છુ આ સમય દરમિયાન મને ઘણું બધુ શીખવા મળ્યું હતુ. આ સફરમાં મને સપોર્ટ કરવા માટે મારા પરિવારના સભ્યોનો આભારી છું.'

આ પણ વાંચો: World Cup પછી ધોની થશે રિટાયર, BCCIના અધિકારીનો ઈશારો

ઉલ્લેખનીય છે કે અંબાતી રાયડૂએ નંબર 4 પર રમતા ઘણીવાર પોતાની ક્ષમતાને પૂરવાર કરી છે તેમ છતા ટીમમાં જગ્યા ન મળતા અંબાતી રાયડૂ નિરાશ જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયા પછી વિજય શંકર પણ ટીમથી બહાર થયો હતો ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, વિજય શંકરની જગ્યાએ અંબાતી રાયડૂને ટીમમાં સ્થાન મળશે. જો કે ભારતીય ભારતીય ટીમમાં એક પણ મેચ રમનાર મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જેની સામે ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

cricket news sports news ambati rayudu gujarati mid-day