જાણો માન્ચેસ્ટર યુનાઇટેડને જીતાડનાર કોચની અનોખી સ્ટ્રેટેજી

12 February, 2019 09:45 PM IST  | 

જાણો માન્ચેસ્ટર યુનાઇટેડને જીતાડનાર કોચની અનોખી સ્ટ્રેટેજી

ઓલે ગનર સોલ્સકેચર

 બુધવારે ચેમ્પિયન્સ લીગની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પેરિસ સેન્ટ જર્મન સામે ઈંગ્લેન્ડ ફૂટબોલ ક્લબની ટીમ માન્ચેસ્ટર યુનાઈટેડ રમશે. કોચ ઓલે ગનર સોલ્સકેચરની સ્ટ્રેટેજીના કારણે માનચેસ્ટર યુનાઈટેડની ટીમ ફાઈનલમાં પહોંચી છે. તેમના કોચ બન્યા પછી માન્ચેસ્ટર એકપણ મેચ હાર્યું નથી. ઓલે ગનર સોલ્સકેચરના કોચિંગ હેઠળ ટીમ 11 મેચ રમી છે જેમાં એકમાં પણ માન્ચેસ્ટર યુનાઈટેડની હાર થઈ નથી. પહેલી વાર માન્ચેસ્ટરનો પ્રવેશ ટોપ 4માં થયો હતો. આ પહેલા રમેલી 17 મેચમાંથી માત્ર 7 મેચ માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ જીતી શકી હતી.

ઓલે ગનર ક્લબના પૂર્વ કોચ એલેક્સ ફર્ગ્યુસન પાસેથી ઇન્સ્પિરેશન લે છે. ફર્ગ્યુસન ક્લબના સૌથી સફળ કોચ છે. તેમણે ટીમને 13 વખત ચેમ્પિયન બનાવી.

મેનેજર પદ સંભાળ્યાના બીજા દિવસથી ઓલેએ પોતાની રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેમના ખેલાડીઓ અને સ્ટાફની સાથે પર્સનલ રિલેશન છે. તે હાલ પણ નોર્વે જાય છે, ત્યાંથી તમામ ખેલાડી માટે ચોકલેટ લાવે છે.

એલેક્સ ફર્ગ્યુસન પછી તમામ મેનેજરે યૂનાઇટેડની સાથે જોડાવવા માટે કેટલાંક ચેન્જ કર્યા. ડેવિડ મોયેસે મેનુમાંથી ચિપ્સ હટાવી દીધી. ઓલએ મીડિયા સાથે વાત કરવા માટે સમય નક્કી કર્યો. માત્ર શુક્રવારે સવારે 8.30 વાગે.

સામાન્ય રીતે મેનેજર પ્લેઇંગ ઇલેવન બદલતાં નથી. પણ ઓલેએ ફૂલહામની સામે 6 ચેન્જ કર્યા. ટીમ 3-0થી જીતી. ફંડા છે - ખેલાડી થાકતા નથી અને બેન્ચ પરના ખેલાડીનો પ્રયોગ પણ કરે છે.

મોરિન્હોએ પોગ્બા, રેશફોર્ડ જેવા ખેલાડીઓને તક આપી નથી. ઓલેએ આ લોકો પર ભરોસો મૂક્યો. પરીણામ પોગ્બાએ 10 મેચમાં 8 ગોલ કર્યા. રેશફોર્ડે 8 મેચમાં 6 ગોલ કર્યા.
ઓલે ક્લબના તમામ સભ્યને મળે છે. તે મહિલા ટીમના હોય કે માત્ર ઓફિસ વર્કમાંથી. જેથી ક્લબ સાથે જોડાયેલા હોવાની ભાવના થાય. જુનિયર ટીમના ખેલાડી તેમને ઓળખી શકયા નહિં છત્તા પણ ઓલેએ તેમને ટિપ્સ આપી.

મારિન્હોની સરખામણીએ ઓલેએ ખેલાડીઓનો સારી રીતે ઉપયોગ કર્યો. સેન્ટર બેક વિક્ટરે મોરિન્હોના સમયમાં 17 દિવસમાં 28 મેચ રમી હતી. હવે દોઢ મહિનામાં 10 મેચ રમી છે.

ભૂતપૂર્વ કોચ મોરિન્હોએ ઘણી વાર ટીમની પબ્લિકમાં ટીકા કરી હતી. જેથી પોગ્બા ક્લબ છોડવાનો હતો. પણ ઓલે પોતાના ખેલાડીઓની ટીકા પબ્લિકમાં કરતાં નથી. કહે છે કે અંદરની વાત છે.

football