KL Rahulએ આથિયા શેટ્ટીને આ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા,કંઇક છે ખાસ

06 November, 2019 06:49 PM IST  |  Mumbai Desk

KL Rahulએ આથિયા શેટ્ટીને આ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા,કંઇક છે ખાસ

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન લોકેશ રાહુલ અને બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી વચ્ચે ઊંડી મિત્રતા છે આ વાતની સાબિતી અત્યાર સુધી સ્પષ્ટપણે થઈ ન હતી, પણ હવે કેએલ રાહુલે કંઇક એવું કર્યું છે જેનાથી બન્ને વચ્ચે કંઇક કંઇક ખાસ તો છે. હકીકતે લોકેશ રાહુલે આથિયા શેટ્ટીના જન્મદિવસે તેને ખાસ અંદાજમાં વિશ કરી છે.

કેએલ રાહુલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર શૅર કરી જેમાં તે આથિયા શેટ્ટી સાથે હસી રહ્યો છે અને એકબીજાને જોઇ રહ્યા છે. આ તસવીરને જોઇને એવું લાગે છે જેમ કે બન્નેની વચ્ચેના સંબંધ ખાસ અને ખૂબ જ સરસ છે. એટલું જ નહીં આ તસવીર બન્ને વચ્ચેના ખાસ સંબંધને થોડી હવા પણ આપે છે. એક તરફ જ્યાં રાહુલે આથિયાને જન્મદિવસની વધામણી આપી છે તો આથિયાએ પણ રાહુલના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરતી રહે છે. કેટલાક દિવસ પહેલા રાહુલે એક તસવીર પોસ્ટ કરી હતી જેના પછી આથિયાએ કોમેન્ટ કરી હતી કે તે તેના ચશ્માં પોતાની પાસે રાખવા માગે છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

જણાવીએ કે લોકેશ રાહુલ હાલ ભારતીય ટી-20 ટીમનો ભાગ છે અને બાંગ્લાદેશ વિરુદ્ધ રમી રહ્યો છે. જો કે, આ ટીમ વિરુદ્ધ પહેલી મેચ એટલે કે દિલ્હીમાં તે રન બનાવવામાં અસફળ રહ્યો હતો.

તેના પછી તેની બેટિંગ પર પ્રશ્નો ઉઠવા લાગ્યા. જો કે તેણે બીજા ટી-20 મેચમાં તક મળે છે કે નહીં તે જોવા જેવી વાત હશે. રાહુલને આ પહેલા પણ ખરાબ પ્રદર્શનને કારમે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને પછી તેણે વિજય હજારે ટ્રૉફીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જેના પછી તેને બાંગ્લાદેશ વિરુદ્ધ તક મળી. આમ તો રાહુલને સાઉથ આફ્રિકા વિરુદ્ધ પણ ટી-20 ટીમમાં જગ્યા આપવામાં આવી હતી, પણ તેણે એક પણ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા નથી આપવામાં આવી.

kl rahul cricket news sports news sports