જસપ્રીત બુમરાહે તોડ્યો અશ્વિન અને ચહલનો રેકૉર્ડ, રચ્યો ટી20 નવો ઇતિહાસ

11 January, 2020 06:00 PM IST  |  Mumbai Desk

જસપ્રીત બુમરાહે તોડ્યો અશ્વિન અને ચહલનો રેકૉર્ડ, રચ્યો ટી20 નવો ઇતિહાસ

શ્રીલંકા વિરુદ્ધ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારતીય ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી. આ એક વિકેટના બળે જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટનો ઇતિહાસ બદલી દીધો. શ્રીલંકા વિરુદ્ધ પહેલી જ ઓવરમાં પહેલી વિકેટ લઈને જસપ્રીત બુમરાહ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે સૌથી વધારે વિકેટ લેનારો બૉલર બની ગયો.

રાઇટ હેન્ડર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે જેવા જ શ્રીલંકન ટીમના સલામી બેટ્સમેન દનુશ્કા ગુનાથિલકાને વૉશિંગ્ટન સુંદરના હાથે કૅચ આઉટ કરાવ્યો, તે જ રીતે ભારત માટે ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા એકમાત્ર બૉલર બની ગયો. આ મામલે જસપ્રીત બુમરાહએ અનુઙવી ઑફ સ્પિનર આર અશ્વિન અને લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલને પણ પાછળ છોડી દીધો છે.

અત્યાર સુધી સમાનતા પર હતા આ ત્રણે દિગ્ગજો
જસપ્રીત બુમરાહ પહેલા આર અશ્વિન અને યુજવેન્દ્ર ચહલએ ભારતીય ટીમ વિરુદ્ધ 52-52 વિકેટ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં લીધી હતી, પણ હવે બુમરાહએ આ આંકડો પાર કરી લીધો છે. બુમરાહના નામે હવે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટની સંખ્યા 53 થઈ ગઈ છે. આ રીતે બન્ને સ્પિનર ફાસ્ટ બૉલર બુમરાહની પાછળ રહી ગયા છે. નોંધનીય છે કે આ મેચ પહેલા ઇન્દોરમાં થયેલા ટી20 મેચમાં પણ બુમરાહએ એક વિકેટ લીધી હતી અને ચહલ અને અશ્વિનની બરાબરી કરી હતી.

જસપ્રીત બુમરાહે પોતાના 45 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં આ કમાલ કર્યો છે, જ્યારે યુજવેન્દ્ર ચહલે 37 મેચમાં અને આર અશ્વિને 46 મેચમાં 52-52 વિકેટ લીધા હતા. ચોંકાવનારી વાત એ પણ છે કે જસપ્રીત બુમરા અત્યાર સુધી એક મેચમાં 3થી વધારે વિકેટ્સ લઈ શક્યો નથી.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

T20I ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ

53 વિકેટ - જસપ્રીત બુમરાહ

52 વિકેટ - આર અશ્વિન અને યુજવેન્દ્ર ચહલ

41 વિકેટ - ભુવનેશ્વર કુમાર

39 વિકેટ - કુલદીપ યાદવ

38 વિકેટ - હાર્દિક પાંડ્યા

cricket news sports sports news jasprit bumrah