આ પરીક્ષાની ઘડી છે, મહેરબાની કરીને બધા સહકાર આપો : કોહલી

26 March, 2020 02:57 PM IST  |  New Delhi | Agencies

આ પરીક્ષાની ઘડી છે, મહેરબાની કરીને બધા સહકાર આપો : કોહલી

વિડિયો મેસેજ દ્વારા અપીલ કરી રહેલાં વિરાટ અને અનુષ્કા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સામે બાથ ભીડવા દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન કર્યું છે જેને અનેક સેલિબ્રિટીઓ વધાવી રહી છે. દેશની જનતાએ સાથસહકાર આપવાની અપીલ વિરાટ કોહલીએ પણ કરી છે. આ વિશે વિડિયો મેસેજ દ્વારા કોહલીએ કહ્યું હતું કે ‘આ પરીક્ષાની ઘડી છે અને આપણે આ સમસ્યા સામે ગંભીરતાથી લડવું પડશે. મહેરબાની કરીને જે આપણને કહેવામાં આવ્યું છે એનું આપણે સાથે મળીને પાલન કરીએ. મારી આ દરેકને અરજી છે.’

ભારતમાં અત્યાર સુધી ૫૦૦થી વધારે લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને ૧૧ લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે.

વિરાટ સેનાની ફિટનેસનું ઘરબેઠાં રખાઈ રહ્યું છે ધ્યાન

દરેક પ્લેયરને કસ્ટમાઇઝ્ડ ઇન્ડોર વર્કઆઉટ આપવામાં આવ્યું છે જેનો નિયમિતપણે રિપોર્ટ આપવાનો રહેશે દેશ આખો કોરોના સામે લડત લડવા માટે ૨૧ દિવસ લૉકડાઉન થઈ ગયો છે, પણ એ દરમ્યાન ક્રિકેટ ટીમના પ્લેયરો પોતાની ફિટનેસ ન ગુમાવી બેસે એ માટે તેમને કસ્ટમાઇઝ્ડ ઇન્ડોર વર્કઆઉટ આપવામાં આવ્યું છે. આ માટે તેમણે સયમસર કોચને માહિતી પણ આપતી રહેવી પડશે. સ્ટ્રેન્ધ ઍન્ડ કન્ડિશન કોચ નીક વેબ અને ફિઝિયો નીતિન પટેલ આ કામને પાર પાડી રહ્યા છે. આ બન્ને નિષ્ણાતોએ દરેક પ્લેયરને એક ખાસ ટ્રેઇનિંગ ટાસ્ક આપ્યો છે. આ ટાસ્કમાં તેમણે દરેક ફૉર્મેટના દરેક પ્લેયરને સમાવી લીધા છે. બોલરોની કોર અને લોઅર બોડી મજબૂત બને એવી કસરત તેમને આપવામાં આવી છે, જ્યારે બૅટ્સમેનને શોલ્ડર અને રીસ્ટની એક્સરસાઇઝ આપવામાં આવી છે જેથી કરીને તેમને રમતી વખતે મદદ મળી રહે. ટૂંકમાં દરેક પ્લેયર જે પ્રમાણે એક્સરસાઇઝ કરી શકે એ વાતને પણ અહીં નીક અને નીતિને ધ્યાનમાં રાખી છે. વિરાટ જેવા પ્લેયરને, જેને વજન ઉપાડવું ગમે છે, એવા પ્લેયરની દૈનિક કસરતમાં એ પ્રમાણેના ટાસ્કને સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય પ્લેયર જેઓ ફ્રી-હૅન્ડ એક્સરસાઇઝ કરવામાં માને છે તેમને વેઇટ ફ્રી ટ્રેનિંઇગ ઓપ્શન આપવામાં આવ્યાં છે. દરેક પ્લરોયરોએ પોતાના વ્યાયામના રિપોર્ટ નિયમિતપણે નીક અને નીતિનને પહોંચાડવાના રહેશે.

virat kohli cricket news sports news