Ranji Torphy:પૃથ્વી શૉના ખભામાં થઈ ઇજા, મેદાનમાંથી જવું પડ્યું બહાર..

04 January, 2020 12:25 PM IST  |  Mumbai Desk

Ranji Torphy:પૃથ્વી શૉના ખભામાં થઈ ઇજા, મેદાનમાંથી જવું પડ્યું બહાર..

પૃથ્વી શૉનો સમય કંઇ સારો નથી ચાલી રહ્યો. કેટલાક દિવસ પહેલા તે આઠ મહિના માટે ક્રિકેટમાંથી બૅન કરવામાં આવ્યો હતો. બૅન લાગ્યા પહેલા તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો અને ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ બની શક્યો ન હતો. જો કે, બૅન બાદ તેમણે વડોદરાની સામે બે શતક લગાવ્યા હતા. જો કે તેના પછી થયેલી મેચમાં તે રન્સ બનાવવામાં સફળ થઈ શક્યો ન હતો અને કર્ણાટક વિરુદ્ધ પહેલી વારમાં તે ફરી એકવાર મોટી ઇનિંગ રમવાથી ચૂકી ગયો.

કર્ણાટક વિરુદ્ધ મેચના પહેલા જ દિવસે પહેલી ઇનિંગની ફિલ્ડિંગ દરમિયાન પૃથ્વી શૉના ડાબા ખભામાં ઇજા થઈ ગઈ. મુંબઇ અને કર્ણાટક વચ્ચની આ મૅચ બાદ પૃથ્વી શૉને ઇન્ડિયા એ સાથે ન્યૂઝીલેન્ડ ટ્રીપ પર જવાનું છે. પૃથ્વૂ સાથે આ ઘટના મેચના પહેલા દિવસના ત્રીજા સેશનમાં જ થઈ ગઈ. બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ મેદાન પર એક થ્રો અટકાવવાના ચક્કરમાં પૃથ્વી શૉએ જમ્પ કરી અને ઇજાગ્રસ્ત થઈ ગયો. તેના તરત જ પછી તેને મેદાન છોડવું પડ્યું.

પૃથ્વી શૉ ઇન્ડિયા એ ટીમનો ભાગ છે જે ન્યૂઝીલેન્ડ ટ્રીપ પર દસ જાન્યુઆરીના જવાની છે. ઇન્ડિયા એને ત્યાં સમિતિ ઓવરોની મેચની સાથે ચાર દિવસીય મેચ પણ રમવાની છે. જો કે પહેલા દિવસે મેચ પૂરી થયા પછી મુંબઈના કૅપ્ટન સુર્યકુમાર યાદવે કહ્યું કે તે પહેલા કરતાં સારો દેખાય છે. તેમણે કહ્યું કે હવે તે પહેલાથી યોગ્ય લાગે છે. જ્યારે મેં તેને મેદાન પર જોયું હતું ત્યારે તે ઠીક નહોતો લાગતો, પણ હવે તેની સ્થિતિ પહેલાથી સારી લાગી રહી છે.

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

સૂર્યકુમાર યાદવે કહ્યું છે, જો કે હું ફીઝિયો સાથે મળીશ અને પછી ખબર પડશે કે તેની સ્થિતિ કેવી છો. તો મુંબઇ ટીમના એક સૂત્રએ પીટીઆઇને કહ્યું કે સાવધાનીને ધ્યાનમાં રાખીને તેનું એમઆરઆઇ સ્કૅન કરાવવામાં આવશે.

prithvi shaw ranji trophy cricket news sports news sports