ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, વિદેશની ધરતી પર ટેસ્ટમાં સૌથી મોટી જીત

26 August, 2019 09:57 AM IST  |  નોર્થ સાઉન્ડ

ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, વિદેશની ધરતી પર ટેસ્ટમાં સૌથી મોટી જીત

ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ

India vs West Indies: ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈંડીઝ વચ્ચે બે મેચોની સીરીઝનો પહેલો મુકાબલો એંટીગામાં રમવામાં આવ્યો. આ મેચમાં દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ ભારતે યજમાન ટીમને 318 રનના મોટા અંતરથી હરાવી દીધું. આ હાર બાદ બે ટેસ્ટ મેચની
ટેસ્ટ સીરિઝમાં ભારતે વેસ્ટ ઈંડીઝ પર 1-0 થી લીડ મેળવી હતી. વિદેશની ધરતી પર રનની રીતે જોઈએ તો આ સૌથી મોટી જીત છે. અજિંક્ય રહાણેને તેમની સેન્ચ્યુરી માટે મેન ઑફ ધ મેચ આપવામાં આવ્યો.

મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 7 વિકેટે 342 રન બનાવ્યા હતા. જે બાદ ભારતને કુલ 418 રનની લીડ મળી હતી અને વેસ્ટઈંડીઝને જીત માટે 419 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં કેરેબિયન ટીમ બીજી પારીમાં 100 રન પર ઑલ આઉટ થઈ ગઈ. બીજી પારીમાં બોલર્સની સામે કેરેબિયાના બેટ્સમેન ધરાશાયી થઈ ગયા. ભારત તરફથી બીજી પારીમાં બુમહારે સૌથી વધુ પાંચ વિકેટ લીધી.

વિદેશી ધરતી પર રનની રીતે જોઈએ તો આ ભારતની સૌથી મોટી જીત છે. વિદેશની ધરતી પર ટીમ ઈન્ડિયાએ આ પહેલા વર્ષ 2017માં શ્રીલંકાને 304 રનથી હરાવ્યું હતું અને હવે આ રેકૉર્ડને પાછળ છોડતા વેસ્ટઈંડીઝને 318 રનથી હરાવી એક નવો ઈતિહાસ રચ્યો છે.

ભારતની સૌથી મોટી છ જીત
318 રનથી વેસ્ટ ઈંડીઝ સામે
304 રનથી શ્રીલંકા સામે
279 રનથી ઈંગ્લેન્ડ સામે
278 રનથી શ્રીલંકા સામે
272 રનથી ઑકલેન્ડ સામે

ભારતની સામે વેસ્ટઈંડીઝે પોતાનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો. આ પહેલા 2006માં વેસ્ટઈંડીઝની ટીમ 103 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ જુઓઃ લેકમે ફેશન વીક 2019માં જુઓ બોલીવુડ સ્ટાર્સનો અંદાજ

વેસ્ટ ઈંડીઝના ભાર સામેના સૌથી ઓછા સ્કોર
100 નોર્થ સાઉન્ડમાં
103 કિંગ્સ્ટનમાં
108 ગ્રોસ આઈસલેટમાં
127 દિલ્હીમાં
127 હૈદરાબાદમાં


west indies sports news