Ind vs SL: સ્ટેડિયમમાં પેન, મોબાઇલ અને પર્સ સિવાય અન્ય પર પ્રતિબંધ

04 January, 2020 01:18 PM IST  |  Mumbai Desk

Ind vs SL: સ્ટેડિયમમાં પેન, મોબાઇલ અને પર્સ સિવાય અન્ય પર પ્રતિબંધ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝની શરૂઆત રવિવારથી થવા જઈ રહી છે. સીરીઝની પહેલી મેચને લઈને ઘણી બધી વાતો થઈ રહી છે. નાગરિકતા સંશોધન બિલ (હવે નાગરિકતા સંશોધન કાયદો)ના લઈને ગુવાહાટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેના કારણે અહીં સુરક્ષા ખૂબ જ કડક કરી લેવામાં આવી છે. મેચ જોવા આવનારા માટે પણ ગાઇડ લાઇન નક્કી કરી લેવામાં આવી છે.

ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ રવિવારના ટી20 સીરીઝની પહેલી મેચમાં રમવા મેદાનમાં ઉતરશે. આ મેચમાં સુરક્ષાના ખૂબ જ કડક પગલાં લેવામાં આવ્યા છે. અહીં મેચ જોવા આવનારા દર્શકો માટે પણ નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. મેચનો આનંદ માણવા આવનારા માટે સ્ટેડિયમમાં ફક્ત મોબાઇલ ફોન અંદર લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. અહીં સુધી કે પીવાનું પાણી પણ તેમને અંદર જઇને ખરીદવું પડશે.

અસમ ક્રિકેટ એસોસિયેશનના સચિન દેવજીત સૈકિયાએ ભારત અને શ્રીલંકા ટી20 મેચ પહેલા મેચ જોવા આવનારાઓ માટે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે મોબાઇલ ફોન અને પર્સ સિવાય કંઇપણ સ્ટેડિયમની અંદર લઈ જવાની પરવાનગી નહીં આપવામાં આવે. ખાવા અને પીવાની વ્યવસ્થા સ્ટેડિયમની અંદર હાજર રહેશે.

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

ભારત - શ્રીલંકા ટી20 સીરીઝનું કાર્યક્રમ

પહેલી ટી20 ગુવાહાટી 5 જાન્યુઆરી, સાંજે 7 વાગ્યે

બીજી ટી20 ઇન્દોર 7 જાન્યુઆરી, સાંજે 7 વાગ્યે

ત્રીજી ટી20 પુણે 10 જાન્યુઆરી, સાંજે 7 વાગ્યે

cricket news sports news sports