ઑસ્ટ્રેલિયા સિરીઝ લેવલ કરવા માટે તત્પર : પૅટ કમિન્સ

14 February, 2019 03:11 PM IST  | 

ઑસ્ટ્રેલિયા સિરીઝ લેવલ કરવા માટે તત્પર : પૅટ કમિન્સ

પૅટ કમિન્સ

ભારત સામે ઘરઆંગણે એકેય ટેસ્ટ-સિરીઝ ન હારવાનો ૭૦ વર્ષ જૂનો રેકૉર્ડ દાવ પર છે ત્યારે ઑસ્ટ્રેલિયાના પેસ બોલર પૅટ કમિન્સે આગામી ટેસ્ટ વિશે કહ્યું હતું કે ‘૨-૧નું અંતર બતાવે છે કે ભારતની ટીમ શા માટે ટેસ્ટમાં નંબર-વન ટીમ છે. જો અમે દુનિયાની બેસ્ટ ટીમ સામે સ્કોરલાઇન ૨-૨ કરી શકીએ તો એ અમારા માટે સારું પરિણામ કહેવાશે. અમે ૨-૨ સ્કોરલાઇન કરવા આતુર છીએ. જોશ હૅઝલવુડ અત્યારે સારી બોલિંગ કરી રહ્યો છે, મિચલ સ્ટાર્ક તેના શ્રેષ્ઠ ફૉર્મમાં નથી.’

કમિન્સની ગજબની બોલિંગ અને લડાયક બૅટિંગ જોઈને શેન વૉર્ને સલાહ આપી હતી કે પૅટ કમિન્સ ભવિષ્યનો કૅપ્ટન હોવો જોઈએ. કમિન્સે તેની આ સલાહને નકારતાં કહ્યું હતું કે ‘એ તદ્દન ખોટો વિચાર છે. હવે તો ટિમ પેઇન લાંબા સમયનો કૅપ્ટન છે. મને એવું લાગે છે કે હું બોલિંગ કરતી વખતે ખૂબ વ્યસ્ત રહું છું અને બૅટિંગમાં હું મારી સંપૂર્ણ તાકાત લગાડું છું. મને નથી લાગતું કે હું અત્યારે બહુ સારો કૅપ્ટન બની શકું.’

cricket news sports news australia india border-gavaskar trophy