બુમરાહ, પ્રસિધ અને નવદીપ સૈની કમાલના પેસ બોલરો છે : બ્રેટ લી

18 April, 2019 11:22 AM IST  | 

બુમરાહ, પ્રસિધ અને નવદીપ સૈની કમાલના પેસ બોલરો છે : બ્રેટ લી

બ્રેટ લી

૭૬ ટેસ્ટ અને ૨૨૧ વન-ડેનો અનુભવ ધરાવતા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન સ્પીડસ્ટર બ્રેટ લીએ ડેથ ઓવર સ્પેશ્યãલસ્ટ જસપ્રીત બુમરાહ અને નવા પેસ બોલરો પ્રસિધ ક્રિષ્ના અને નવદીપ સૈનીનાં ભારોભાર વખાણ કયાર઼્ હતાં. ૪૨ વર્ષના લીએ ચર્ચગેટના ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાના રિનોવેટ કરાયેલા સી. કે. નાયુડુ હૉલમાં યોજાયેલા એક ફંક્શનમાં ભારતના પેસ બોલરો વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. આ ફંક્શનમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને રિયલ એસ્ટેટ ડેવલપર રુણવાલ ગ્રુપ વચ્ચે ક્રિકેટ એજ્uુકેશન પ્રોગ્રામ ‘સ્ટ્રૅટેજિક ઇનિશ્યેટિવ’ પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવ્યો હતો.

૩૮૦ વન-ડે વિકેટ લેનારા લીએ મીડિયાને કહ્યું કે ‘મને લાગે છે કે બુમરાહ ક્લાસ બોલર છે. તેની પાસે સારી સ્પીડ અને ઍક્શનમાં વિવિધતા છે. પ્રસિધ ક્રિષ્નાની બોલિંગથી હું સૌથી વધારે ઇમ્પþેસ થયો છું. તે આ ત્ભ્ન્માં ૧૪૫ કિલોમીટરની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. કોઈ ઇન્ડિયન પેસરને ૧૪૫ની ઝડપ ટચ કરતો જોતાં મને આનંદ થાય છે. આ ટાઇ-અપ પાછળનો આઇડિયા એ છે કે નવદીપ સૈની જેવા યંગ પેસ બોલરની સ્કિલને ડેવલપ કરીને તેને વધુ ધારદાર બનાવવો જોઈએ. મારું માનવું છે કે આ બોલરોનો અપ્રોચ, ઍક્શન અને ફૅલો-થ્રૂ વધુ ઇમ્પપ્રૂવ કરવાથી તેઓ ગ્રેટ પેસર બની શકશે. ત્ભ્ન્ના દરેક પેસ બોલર સારા છે, પણ પ્રસિધ કમાલની ટૅલન્ટ છે.’

australia cricket news sports news