ડુપ્લેસી અને મહારાજે બચાવી લાજ

13 October, 2019 01:16 PM IST  |  પુણે

ડુપ્લેસી અને મહારાજે બચાવી લાજ

ફૅફ ડુપ્લેસી

પહેલી ટેસ્ટ મૅચ જીતી લીધા બાદ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. પાંચ વિકેટે ૬૦૧ રન પર દાવ ડિક્લેર કર્યા બાદ પહેલી ઇનિંગમાં સાઉથ આફ્રિકાની ટીમ અડધા રન પણ કરી ન શકી અને ૨૭૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

આ મૅચમાં પણ ભારતીય બોલરો હરીફ ટીમ પર ભારે પડ્યા હતા. સાઉથ આિફ્રકાએ ત્રણ વિકેટ ગુમાવીને ૩૬ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. મૅચના ત્રીજા દિવસે પણ ઇન્ડિયન બોલરો સામે સાઉથ આફ્રિકાની ટીમનો કોઈ પણ પ્લેયર લાંબી ઇનિંગ રમી શક્યો નહોતો. જોકે એક બાજુ કૅપ્ટન ફૅફ ડુપ્લેસીએ પોતાની વિકેટ સંભાળી રાખી હતી અને તેણે નવ બાઉન્ડરી અને એક સિક્સરની મદદથી ૬૪ રન કર્યા હતા. રવિચંદ્રન અશ્વિને તેને આઉટ કર્યો હતો. ડુપ્લેસી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર આઠ વિકેટે ૧૬૨ રન હતો, પણ કેશવ મહારાજ અને વર્નોન ફિલૅન્ડરે ટીમના સ્કોરને ૨૫૦ની ઉપર પહોંચાડવામાં સફળતા મેળવી અને નવમી વિકેટ માટે ૧૦૯ રનની પાર્ટનરશિપ કરી હતી.

રવિચંદ્રન અશ્વિને ચાર, ઉમેશ યાદવે ત્રણ, મોહમ્મ્દ શમીએ બે અને રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.

ફૉલોઑનનું શું?

ફૉલોઑન આપવો કે નહીં એ કૅપ્ટન નક્કી કરશે. આવતી કાલે સવાર સુધીમાં બોલરો કેટલો થાક ઉતારી શકે છે એ પણ મહત્ત્વનું છે

- રવિચંદ્રન અશ્વિન

faf du plessis cricket news ravichandran ashwin south africa india