પૉઝિટિવ ક્રિકેટ રમીને મૅચો જીતવા માગું છું : રિષભ પંત

16 August, 2019 11:03 AM IST  |  પોર્ટ ઑફ સ્પેન

પૉઝિટિવ ક્રિકેટ રમીને મૅચો જીતવા માગું છું : રિષભ પંત

રિષભ પંત

યંગ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતની વિકેટ ફેંકી દેવા અને કન્ડિશન મુજબ ન રમવા બદલ ઘણી વખત ટીકા થઈ હતી. જોકે તેનું માનવું છે કે તેનું ફોકસ પૉઝિટિવ ક્રિકેટ રમીને ઇન્ડિયાને વધુ મૅચો જિતાડવા પર રહેશે.

તેણે મીડિયાને કહ્યું, ‘ઑબવિયસલી, એક ઇન્ડિવિડ્યુઅલ તરીકે હું મોટો સ્કોર બનાવવા માગું છું. જોકે દરેક વખતે મેદાનમાં ઊતરતી વખતે મારું ફોકસ એના પર નથી હોતું. મારે ફક્ત પૉઝિટિવ ક્રિકેટ રમવું છે અને ટીમને મૅચો જિતાડવી છે. દરેક મૅચ મારા માટે મહત્ત્વની છે. હું ક્રિકેટર તરીકે પોતાને ઇમ્પ્રુવ કરવા માગું છું.’

ત્રીજી વન-ડે પહેલાં તેણે ડ્રેસિંગ રૂમના માહોલ વિશે કહ્યું, ‘ડ્રેસિંગ રૂમમાં દરેક પ્લેયર શાંત હોય છે. અમે ફક્ત મૅચ પર ફોકસ કરીએ છીએ. અમે છેલ્લી વન-ડે જીતીને સિરીઝ જીત સાથે ફિનિશ કરવા માગીએ છીએ.’

તેણે ટીમ કૉમ્બિનેશન વિશે કહ્યું, ‘મિડલ-ઑર્ડર સેટલ થાય એ માટે ટીમ મૅનેજમેન્ટ દરેક પ્લેયરને ચાન્સ આપી રહ્યું છે. અમે મિડલ-ઑર્ડરમાં પ્રયોગ નથી કરી રહ્યા, પણ ટીમમાં અવેલેબલ દરેક પ્લેયરને ચાન્સ આપી રહ્યા છીએ. દરેક પ્લેયરને ટીમમાં પોતાની પૉઝિશન પર કૉન્ફિડન્સ છે, કારણ કે ટીમ મૅનેજમેન્ટ તેમને સપોર્ટ કરે છે.’

આ પણ વાંચો : બૅટિંગ ફૉર્મ રિગેન કરવા બ્રેથવેટ ફિટનેસ પર કરી રહ્યો છે ફોકસ

વેસ્ટ ઇન્ડીઝની પિચ વિશે તેણે કહ્યું, ‘પિચ સ્લો છે, ફ્લૅટ પિચ જેવી નથી એથી પ્લેયરે પિચ પર સમય વિતાવ્યા પછી સ્કોર કરવાની જરૂર છે.’

india west indies cricket news Rishabh Pant sports news