પાંડે અને પંડ્યાના પાવરથી ઇન્ડિયા-એનો સિરીઝ-વિજય

18 July, 2019 12:42 PM IST  |  એન્ટિગા

પાંડે અને પંડ્યાના પાવરથી ઇન્ડિયા-એનો સિરીઝ-વિજય

પાંડે-પંડ્યા

કૅપ્ટન મનીષ પાંડેની સેન્ચુરી અને ક્રુણાલ પંડ્યાની પાંચ વિકેટથી ભારત-એએ અહીં ત્રીજી અનઑફિશ્યલ વન-ડે મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૧૪૮ રનથી હરાવીને પાંચ મૅચોની સિરીઝમાં ૩-૦ની વિજયી લીડ મેળવી લીધી છે. ભારત-એ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૯૫ રન બનાવ્યા અને પછી યજમાન ટીમને ૩૪.૨ ઓવરમાં ૧૪૭ રન પર ઑલઆઉટ કરી દીધી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ બૅટ્‌સમૅન અનમોલપ્રીત સિંહ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.

ઓપનિંગ બૅટ્‌સમૅન શુભમન લિગ (૮૧ બોલમાં ૭૭ રન) અને ત્રીજા નંબર પર બૅટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યર (૬૯ બોલમાં ૪૭ રન)એ બીજી વિકેટ માટે ૧૦૯ રનની પાર્ટનરશિપ કરી હતી. ગિલ આઉટ થયા બાદ પાંડેએ માત્ર ૮૭ બૉલમાં ૧૦૦ રન બનાવ્યા હતા. તેણે હનુમા વિહારી (૨૯)ની સાથે ચોથી વિકેટ માટે ૧૧૦ રન જોડ્યા હતા.

૨૯૬ રનના ટાર્ગેટને પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ને જોન કેમ્પબેલ (૨૧) અને સુનીલ એમબ્રિશે (૩૦) પહેલી વિકેટ માટે ૫૧ રન જોડીને સારી શરૂઆત અપાવી હતી. ક્રુણાલે (૨૫ રનમાં ૫ વિકેટ) વિન્ડીઝના બૅટિંગ ક્રમને ધ્વસ્ત કરી દીધો અને ટીમ ૧૫૦ની અંદર ઑલઆઉટ થઈ ગઈ હતી. લેઅર-ઑર્ડરમાં કીમો પોલે ૩૪ રન બનાવ્યા પરંતુ ભારત ‘એ’ને આસાન જીત મેળવવાથી રોકી શક્યો નહોતો.

આ પણ વાંચો : વિરાટ કોહલી આરામ નહીં કરે, વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં પોતે સમગ્ર શ્રેણી રમશે

ભારત-એ ટીમે આ પહેલાં કુલિજમાં ૧૧ જુલાઈએ પ્રથમ વન-ડે ૬૫ રનથી, નૉર્થ સાઉન્ડમાં બીજી વન-ડે ૧૪ જુલાઈએ આ અંતરથી જીતી હતી. સિરીઝની છેલ્લી બે વન-ડે આવતી કાલે અને રવિવારે કુલિજમાં રમાશે.

manish pandey krunal pandya cricket news sports news india west indies