ફેરવેલ વન-ડેમાં ગેઇલે મચાવી ધમાલ

15 August, 2019 12:31 PM IST  |  પોર્ટ ઑફ સ્પેન

ફેરવેલ વન-ડેમાં ગેઇલે મચાવી ધમાલ

ક્રિસ ગેઈલ

‘યુનિવર્સલ બૉસ’ નામથી પૉપ્યુલર ક્રિસ ગેઇલે વન-ડે કરીઅરની છેલ્લી મૅચમાં ૪૧ બૉલમાં ૮ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૭૨ રનની હિટિંગ કરીને તેના કરોડો ફૅન્સને ખુશ કરી દીધા હતા. વરસાદ આવતાં પહેલાં વેસ્ટ ઇન્ડીઝે ૨૨ ઓવરમાં ૭ના રન-રેટથી બે વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા.

ભારત સામે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મૅચમાં વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ લીધી હતી. બન્ને ઓપનરો ક્રિસ ગેઇલ અને એવિન લુઇસે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીની ખબર લઈ નાખી હતી. આ બન્ને બૅટ્સમેનોએ ૧૦ ઓવરમાં ૧૧૫ રન ઝૂડીને ૪૦૦ રનના ટોટલની આશા જન્માવી હતી.

ગેઇલે પાંચ સિક્સર ફટકારવાની સાથે એક કૅલેન્ડર વર્ષમાં હાઇએસ્ટ સિક્સરની લિસ્ટમાં બીજા સ્થાને સ્થિર થયો હતો. તેણે આ વર્ષે ૫૬ સિક્સરો ફટકારી છે. એક કૅલેન્ડર વર્ષમાં હાઇએસ્ટ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ એબી ડિવિલિયર્સના નામે છે. તેણે ૨૦૧૫માં ૫૮ સિક્સરો ફટકારી હતી.

ભુવનેશ્વરે પાંચ ઓવરમાં ૪૮ અને મોહમ્મદ શમીએ ૩ ઓવરમાં ૩૧ રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે એવિન લુઇસને અને ખલીલ એહમદે ગેઇલને આઉટ કરીને આતશબાજીનો અંત લાવ્યા હતા. શાઇ હોપ ૧૯ અને શિમરન હેટમાયર ૧૮ રન બનાવીને દાવમાં હતા.

આ પણ વાંચો : કાશ્મીરી યુવકે પાકિસ્તાનને ધુળ ચટાવી, બન્યો મેન ઓફ ધ મેચ

ક્રિકેટ જગતના યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલે ગઈ કાલે પોતાની છેલ્લી ઇન્ટરનૅશનલ વન-ડે મૅચમાં આઉટ થતાં ટીમ ઇન્ડિયા તેનું અભિવાદન કરવા પહોંચી ગઈ હતી અને વિરાટ કોહલીએ પોતાની આગવી સ્ટાઇલમાં તેને અભિનંદન આપ્યાં હતાં.

chris gayle sports news cricket news