Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાશ્મીરી યુવકે પાકિસ્તાનને ધુળ ચટાવી, બન્યો મેન ઓફ ધ મેચ

કાશ્મીરી યુવકે પાકિસ્તાનને ધુળ ચટાવી, બન્યો મેન ઓફ ધ મેચ

14 August, 2019 08:28 PM IST | Mumbai

કાશ્મીરી યુવકે પાકિસ્તાનને ધુળ ચટાવી, બન્યો મેન ઓફ ધ મેચ

કાશ્મીરી ક્રિકેટર ઇકબાલ

કાશ્મીરી ક્રિકેટર ઇકબાલ


Mumbai : આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે. ત્યારે ભારતની દિવ્યાંગ ટીમે ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશીપની મેચમાં એક તરફી મેચમાં પાકિસ્તાનની ટીમને 8 વિકેટે હરાવ્યું છે. ભારતના આ વિજયમાં એક વળાંક પણ છે કે જે ભારતીય ખેલાડીએ જીત મેળવી છે તે કાશ્મીરનો છે અને તેણે આ દિવસને પોતાના માટે ખૂબ જ વિશેષ ગણાવ્યો છે.


આ મેચ ઇંગ્લેન્ડમાં યોજાયેલ પ્રથમ દિવ્યાંગ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્લ્ડ કપ અંતર્ગત રમાઈ હતી. જ્યાં કાશ્મીરના વસીમ ઇકબાલે 43 બોલમાં 69 રનની ખાતરીપૂર્ણ ઇનિંગ્સ બનાવી ભારતને વિજય અપાવ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ મેચ વોર્સસ્ટરશાયર કાઉન્ટીમાં રમવામાં આવી હતી.


એક તરફી મેચમાં ભારતે મેળવી જીત
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. હમીદે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી વીઆર કેનીએ 15 રન આપી 2 વિકેટો લીધી હતી. તેના જવાબમાં ભારતીય ટીમના 25 વર્ષીય ઓપનર વસિમે 43 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 69 રનની તોફાની ઇનિંગ્સ રમી અને ટીમને એકતરફી વિજય અપાવ્યો હતો. તેની સાથે કુણાલ ફનસેએ 47 બોલમાં 55 રન બનાવ્યા હતા. ભારતે 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.




આ પણ જુઓ : ઈતિહાસના આ મહાન બેટ્સમેન ફસાઈ ચૂક્યા છે ડોપિંગ ટેસ્ટમાં

ઇકબાલ જમ્મુ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે
પાકિસ્તાન ટીમને ધુળ ચટાવનાર ઇકબાલ જમ્મુ-કાશ્મીરના અનંતનાગનો રહેવાશી છે. મેચ બાદ કહ્યું હતું કે,”આ જીત ઈદ પર મળી છે. મને મેન ઓફ ધ મેચ તરીકે ચૂંટવામાં આવ્યો હતો. આ મારા જીવનનો સૌથી ખાસ દિવસોમાંનો એક દિવસ છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે તે 10 દિવસથી પરિવાર સાથે વાત કરી શક્યો નથી, જેના કારણે તે નારાજ છે. તેણે કહ્યું, ‘છેલ્લા 10 દિવસથી ઘરે કોઈ વાત નથી થઇ. જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ હટાવ્યા બાદ મોબાઇલ, લેન્ડલાઇન અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા છે. મેં આશા વ્યક્ત કરી હતી કે હું ઇદ પર પરિવાર સાથે વાત કરીશ, પરંતુ તે બન્યું નહીં.”


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 08:28 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK