IND vs SA: વરસાદની કેટલી છે શક્યતા ? આવું છે બેંગ્લોરનું હવામાન

22 September, 2019 01:21 PM IST  |  બેંગ્લોર

IND vs SA: વરસાદની કેટલી છે શક્યતા ? આવું છે બેંગ્લોરનું હવામાન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી 20 મેચ રમાવા જઈ રહી છે. 22 સપ્ટમ્બરે એટલે કે રવિવારે બંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દક્ષિણ આપ્રિકા અને ભારત વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાશે. આ મેચમાં સાઉથ આફ્રિકા જીતીને સિરીઝ બરાબર કરવાના ઈરાદે ઉતરશે તો ટીમ ઈન્ડિયાનું ધ્યાન સિરીઝ જીતવા પર રહેશે. જો કે બંને ટીમોના ઈરાદા વરસાદ બગાડી શકે છે.

ટીમ ઈન્ડિયા ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી ટી20 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. તો મોહાલીમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકિટે વિજય મેળવ્યો હતો. હવે આ ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે બેંગ્લોરમાં રમાવાની છે. પરંતુ બેંગ્લોરનું હવામાન ફેન્સ માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે.

રવિવારે વરસાદની શક્યતા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટી20માં વરસાદ વિલન બની શકે છે. મેચ પહેલા હવામાન વિભાગે અહીં રવિવારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મેચ દરમિયાન આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેશે. સાથે જ વરસાદની શક્યતા પણ 27 ટકા દર્શાવાઈ છે.

આ પણ વાંચોઃ ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ઘટી શકે છે ઓવર્સ

જો આ મેચ દરમિયાન વરસાદ પડે તો મેચ 20 ઓવરના બદલે 15 ઓવર કે 12 ઓવરની રમાશે. અને જો બીજો હાફ વરસાદ બાદ રમાય તો બીજી બેટિંગ કરનાર ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે નિયમો પ્રમાણે પહેલી બેટિંગ કરનાર ટીમે બનાવેલા રનને ડકવર્થ લુઈસ બાદ ટાર્ગેટ મળશે. સાથે બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ ભરનાર ટીમને બોલિંગ અને ફિલ્ડિંગમાં મુશ્કેલી પડી શકે છે.

team india south africa cricket news sports news