પિન્ક બૉલ ટેસ્ટ મૅચની ટિકિટનો કલર પણ પિન્ક

01 November, 2019 12:41 PM IST  |  નવી દિલ્હી

પિન્ક બૉલ ટેસ્ટ મૅચની ટિકિટનો કલર પણ પિન્ક

પિન્ક બૉલ

ભારત અને બંગલા દેશ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મૅચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ઘણી તૈયારી કરી રહી છે, કારણ કે આ મૅચ બન્ને દેશો માટે એક નવો ઇતિહાસ રચવાની છે. ભારત અને બંગલા દેશ ૨૨ નવેમ્બરે પહેલી વાર ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચ રમવાના છે જેમાં પ્રક્ષકોને આકર્ષવા માટે ટિકિટના ભાવ પણ ઓછામાં ઓછા ૫૦ રૂપિયા રખાયા છે. મજાની વાત એ પણ છે કે પિન્ક બૉલ વડે રમાનારી આ મૅચને પાંચેય દિવસ સફળતા મળે એ માટે મૅચની ટિકિટનો કલર પણ પિન્ક રાખ‌‍વામાં આવશે. ૬૮,૦૦૦ લોકોની ક્ષમતાવાળા ઈડન ગાર્ડન્સમાં પ્રક્ષકોનો સારો પ્રતિસાદ મળે એ માટે ટિકિટનો ભાવ ૫૦, ૧૦૦ અને ૧૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભારતને હરાવવાની સુવર્ણ તક બંગલા દેશ પાસે: VVS લક્ષ્મણ

આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ મૅચ દરમ્યાન અભિનવ બિન્દ્રા, એમ. સી. મૅરીકૉમ અને પી. વી. સિંધુનું સન્માન કરવાની યોજના પણ ધરાવે છે જ્યારે ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગાલ સ્કૂલનાં બાળકોને કેટલીક ટિકિટ ફ્રી આપશે.

sourav ganguly board of control for cricket in india eden gardens cricket news sports news