રોહિતનો ફૅન સિક્યૉરિટી તોડીને મેદાનમાં ઘૂસ્યો

13 October, 2019 01:36 PM IST  |  પુણે

રોહિતનો ફૅન સિક્યૉરિટી તોડીને મેદાનમાં ઘૂસ્યો

રોહિત શર્માનો ચાહક

ક્રિકેટના ચાહકો કેટલી હદ સુધી આ ગેમ અને પ્લેયરો પ્રત્યે ઘેલા હોય છે એના કિસ્સા આપણને અવારનવાર જોવા મળે છે. ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચમાં એક એવી જ ઘટના બની હતી, જેમાં સિક્યૉરિટી કૉર્ડન તોડીને ભારતીય પ્લેયર રોહિત શર્માનો એક ચાહક મેદાનમાં ઘૂસી આવ્યો હતો અને તેને પગે લાગ્યો હતો. 

આ પણ વાંચો : ડુપ્લેસી અને મહારાજે બચાવી લાજ

રોહિત એ સમયે સ્લીપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો અને એક ચાહક અચાનક મેદાન પર દોડી આવીને તેને પગે લાગ્યો હતો, જોકે એટલામાં રોહિત પોતાનું બૅલૅન્સ સાચવી ન શકતાં તે પ્લેયર પરથી જ ગુલાંટ મારીને ગબડી પડ્યો હતો. પછીથી સિક્યૉરિટી એ ચાહકને મેદાન પરથી લઈ ગયા હતા.

rohit sharma cricket news sports news india south africa