Ind vs Ban: ઇરફાન પઠાને કેપ્ટન મહમૂદુલ્લાહને કહ્યાં માહી જેવા

09 November, 2019 02:32 PM IST  |  Mumbai Desk

Ind vs Ban: ઇરફાન પઠાને કેપ્ટન મહમૂદુલ્લાહને કહ્યાં માહી જેવા

ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાન બાંગ્લાદેશી ટી-20 કૅપ્ટન મહમૂદુલ્લાહની કેપ્ટનશિપથી પ્રભાવિત છે. ઇરફાનને મહમૂદુલ્લાગે એટલા બધાં પ્રભાવિત કર્યા છે કે તેણે તેને પૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવા કહી દીધા.

ભારત આવેલી બાંગ્લાદેશની ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવેલી સીરીઝના પહેલી મેચ 7 વિકેટથી જીતી હતી. આ ભારત વિરુદ્ધ ટી-20માં બાંગ્લાદેશની પહેલી જીત હતી. શાકિબ અલ હસન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બે વર્ષનું પ્રતિબંધ મૂક્યા બાદ મહમૂદુલ્લાહને ટી-20ની કૅપ્ટનશિપ આપવામાં આવી છે. ઇરફાન પઠાને મહમૂદુલ્લાહના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે તેમની કેપ્ટનશિપની રીત પૂર્વ ભારતીય કૅપ્ટન ધોની જેવી છે.

ઇરફાને કહ્યું, "જ્યારે તમે વિશ્વની સૌથી સારી ટીમોમાંની એક ભારત વિરુદ્ધ મેચ જીતો છો તો તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. મહમૂદુલ્લાહે કેપ્ટન તરીકે ઘણાં સારા ગુણો દર્શાવ્યા છે ખાસ કરીને મેચ દરમિયાન જે ફેરફારો તેમણે કર્યા છે. તેમની કૅપ્ટનશિપમાં મહેન્દ્ર ધોનીના સંકેત દેખાયા. પાવરપ્લે પછી મહમબદુલ્લાહે મેચ દરમિયાન પોતાના પાર્ટ ટાઇમ બૉલર્સનો ઉપયોગ કર્યો જે ઘણીવાર ધોનીની રણનીતિનો ભાગ હતી."

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી ત્રણ મેચની સીરીઝ આ વખતે 1-1ની બરાબરી પર છે. ત્રીજી અને ફાઇનલ મેચ રવિવારે નાગપુરમાં રમાવાની છે. પહેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમે સરસ કમબૅક કરતાં બીદી મેચ ટી-20 8 વિકેટથી જીતી.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

બાંગ્લાદેશ પાસે પહેલી વાર ભારતમાં ભારત વિરુદ્ધ ટી-20 સીરીઝ જીતવાની તક છે. પહેલી મેચમાં બાંગ્લાદેશ માટે કૅપ્ટન તરીકે ટી-20 મેચ જીતીને મહમૂદુલ્લાહે ઇતિહાસમાં નામ નોંધાવ્યું હતું. ભારત વિરુદ્ધ બાંગ્લાદેને જીત અપાવનારો પહેલો કૅપ્ટન બન્યો.

cricket news irfan pathan ms dhoni mahendra singh dhoni bangladesh