ICCએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડને ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કહ્યું

30 January, 2019 09:38 AM IST  | 

ICCએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડને ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કહ્યું

ફાઈલ ફોટો

શ્રીલંકન ક્રિકેટમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભ્રષ્ટાચાર અને મૅચ-ફિક્સિંગના આરોપો સામે આવી રહ્યા છે એ જોતાં ICCએ વહેલી તકે ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કહ્યું છે. ગયા વર્ષે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે રમાયેલી ટેસ્ટ દરમ્યાન મૅચ-ફિક્સિંગના આરોપો બહાર આવ્યા હતા. ICCના ઍન્ટિ-કરપ્શન ચીફ ઍલેક્સ માર્શલે કહ્યું હતું કે ‘૧૫ દિવસના ઍમ્નેસ્ટી પિરિયડ દરમ્યાન અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો.

આ પણ વાંચો : Ind vs NZ: ભારતીય મહિલાઓની કમાલ, 24 વર્ષે ન્યુઝીલેન્ડમાં જીતી સીરીઝ

આ દરમ્યાન અમે ખેલાડીઓ, કોચ અને ક્રિકેટની રમત સાથે સંકળાયેલા તમામને વિનંતી કરી હતી કે સજાનો ભય રાખ્યા વગર ભ્રષ્ટાચાર અથવા ફિક્સિંગની કોઈ પણ વિગતો જો તમારી પાસે હોય તો જણાવી દો. જો કોઈ ભ્રષ્ટાચારની વિગતો સાથે પછી પકડાશે તો તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે.’

international cricket council cricket news sri lanka sports news