ICCએ કર્યું સચિન તેંડુલકરનું 'અપમાન', ભડકેલા ચાહકોએ કર્યું કાંઈક આવું

28 August, 2019 03:33 PM IST  |  મુંબઈ

ICCએ કર્યું સચિન તેંડુલકરનું 'અપમાન', ભડકેલા ચાહકોએ કર્યું કાંઈક આવું

સચિન તેંડુલસર

દુનિયાના મહાન બેટ્સમેનોમાં સામેલ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કરેલું એક ટ્વીટ તેના પર ભારે પડી રહ્યું છે. આ પહેલી વાર નથી કે ICCએ આવું કાંઈક કર્યું હોય. વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવેલી ભૂલને ICCએ ફરી કરી છે.


આઈસીસીએ એશિઝમાં ઑસ્ટ્રેલિયાની સામે ત્રીજા ટેસ્ટ મેચમાં જીતાડનારી શતકીય ઈનિંગ રમનારા ઈંગ્લેન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ સાથે સચિનની તુલના કરી દીધી છે. સ્ટોક્સને સચિનની જેમ સર્વકાલિન મહાન ક્રિકેટર ગણાવવામાં આવ્યા.

આઈસીસીએ મંગળવારે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન કરેલા એક ફોટોને શેર કરતા કહ્યું કે અમે તો પહેલા જ કહ્યું હતું. જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં સચિન અને બેન સ્ટોક્સ સાથે નજર આવી રહ્યા છે અને લખવામાં આવ્યું છે કે સર્વકાલિન મહાન ક્રિકેટર બેન સ્ટોક્સ અને સચિન તેંડુલકર. વિશ્વકપના ફાઈનલમાં રમેલી બેન સ્ટોક્સની ઈનિંગ બાદ આ ટ્વીટ કરવામાં આવ્યું છે.

આઈસીસીની આ હરકતથી ચાહકો ગુસ્સામાં છે. એક ચાહકે લખ્યું કે, તમે કહો છો એટલે અમે આ વાત નહીં માનીએ. સચિન સર્વકાલિન મહાન ક્રિકેટર છે જે અને કોઈ તેના પછી જ આવે છે.


એક ચાહકે સચિન અને સ્ટોક્સના આંકડા લખતા આઈસીસીને જણાવતા કહ્યું કે બંનેની તુલના ક્યા આધાર પર કરવામાં આવ્યું છે.

sachin tendulkar international cricket council sports news