અમે જ આપી હતી ભારતને મિલિટરી-કૅપ પહેરવાની મંજૂરી : ICC

12 March, 2019 10:33 AM IST  | 

અમે જ આપી હતી ભારતને મિલિટરી-કૅપ પહેરવાની મંજૂરી : ICC

મિલિટરી-કૅપમાં વિરાટ અને ધોની

ICCએ કહ્યું હતું કે ભારતને ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મૅચમાં દેશના લશ્કરના જવાનો માટે આભારની લાગણી વ્યક્ત કરવા સૈનિકો જેવી ટોપી (મિલિટરી-કૅપ) પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી. પાકિસ્તાને આની સામે વાંધો ઉઠાવ્યો હતો. રાંચીમાં ૮ માર્ચે રમાયેલી સિરીઝની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ CRPFના જવાનોના સન્માનમાં મિલિટરી-કૅપ પહેરી હતી તેમ જ પોતાની મૅચ-ફી નૅશલન ડિફેન્સ ફન્ડમાં આપી હતી.

ICCના અધિકારીએ કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડે નાણાં ભેગાં કરવા તથા શહીદ સૈનિકોની યાદમાં કૅપ પહેરવાની મંજૂરી માગી અને એ આપવામાં આવી હતી.’ પાકિસ્તાને આની સામે વાંધો ઉઠાવી ભારત સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

આ પણ વાંચો: રિષભ પંતની ધોની સાથે સરખામણી યોગ્ય નહીં: શિખર ધવન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અહેસાન મનીએ કહ્યું હતું કે ‘ભારતે કોઈ અલગ હેતુ માટે ICC પાસે પરવાનગી માગી અને એનો ઉપયોગ બીજા ઉદ્દેશ માટે કર્યો જે સ્વીકાર્ય નથી.’

ms dhoni virat kohli international cricket council india australia cricket news