ICC ક્રિકેટ વર્લ્ડકપ: દુબઈમાં બેઠક દરમિયાન ભારત-પાક મેચ પર થશે ચર્ચા

20 February, 2019 02:41 PM IST  |  સ્પોર્ટ્સ ડેસ્ક

ICC ક્રિકેટ વર્લ્ડકપ: દુબઈમાં બેઠક દરમિયાન ભારત-પાક મેચ પર થશે ચર્ચા

ફાઇલ ફોટો

ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર પુલવામા હુમલા પછી સંકટના વાદળો ઘેરાયા છે. આ હુમલા પછી ઘણા પૂર્વ ક્રિકેટરો કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. હવે તેને લઈને આઇસીસી આ મહિને દુબઈમાં 27 ફેબ્રુઆરીના રોજ થનારી બેઠકમાં ચર્ચા કરશે. આ મીટિંગ પછી જ સ્પષ્ટ થશે કે બંને દેશો વચ્ચે મેચ થશે કે નહીં. ઉલ્લેખનીય છે કે માનચેસ્ટરમાં 16 જૂનના રોજ ભારત-પાકિસ્તાનની મેચ થવાની છે.

આ પહેલા આઇસીસીએ આગામી વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચોને લઈને ચાલી રહેલી અટકળો પર કહ્યું હતું કે કાર્યક્રમમાં ફેરફારના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી.

આઇસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કહ્યું હતું કે મેચને રદ કરવાના કોઈ આસાર જોવા મળી રહ્યા નથી. પુલવામા હુમલામાં શહીદ થયેલા 40થી વધુ જવાનોની શહાદત પર પોતાની સંવેદના વ્યક્ત કરતા રિચર્ડસને કહ્યું કે અમારી સહાનુભૂતિ એ લોકો સાથે છે જે આ ભયાનક ઘટનાથી પ્રભાવિત થયા છે અને અમે અમારા સભ્યો સાથે પરિસ્થિતિ પર દેખરેખ રાખીશું. એ વાતના કોઈ સંકેત નથી કે આઇસીસી ક્રિકેટ વિશ્વકપની મેચો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે નહીં રમાય.

આ પણ વાંચો: વર્લ્ડ કપ પહેલા ધ ભારત આર્મી લોન્ચ કરશે ક્રિકેટ કોમિક બુક “ધ વિક્ટરી લેપ”

આ છે બીસીસીઆઇનું સ્ટેન્ડ

આઇસીસીના આ નિવેદન પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું હતું કે જો વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન સાથે નથી રમતા તો પોઈન્ટ્સ તેમના ખાતામાં ચાલ્યા જશે. જો ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થાય છે તો શું પાકિસ્તાન રમ્યા વગર જ આ ખિતાબ જીતી જશે? આ મામલે હજુ આઇસીસી સાથે બીસીસીઆઇની કોઈ વાત થઈ નથી.

international cricket council board of control for cricket in india cricket news