ફૉર્મેટની વચ્ચે કેવી રીતે સ્વિચ કરવું એની મને ખબર છે : મયંક

15 December, 2019 03:57 PM IST  |  Mumbai Desk

ફૉર્મેટની વચ્ચે કેવી રીતે સ્વિચ કરવું એની મને ખબર છે : મયંક

સાઉથ આફ્રિકા અને બંગલા દેશ સામેની ટેસ્ટ મૅચમાં પ્રશંસનીય રમત રમનારા ઓપનર મયંક અગરવાલને આજથી શરૂ થતી વન-ડેમાં રમાડવામાં આવશે. તેને શિખર ધવનના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

પોતાની ગેમ વિશે વાત કરતાં મયંકે કહ્યું હતું કે ‘હું જેટલું વધારે રમીશ એટલું એક ક્રિકેટર તરીકે મને ફાયદો છે, કેમ કે ક્રિકેટ ન રમવા કરતાં રમવી વધારે સારું છે. જ્યારે ફૉર્મેટ સ્વિચ કરવાની વાત આવે ત્યારે તેનું બેઝિક એ જ રહે છે. ખરું કહું તો જો તમારું ગેમ પ્લાનિંગ ક્લિયર હોય અને તમે ગેમને વ્યવસ્થિતપણે સમજતા હો તો ફૉર્મેટમાં સ્વિચ કરતાં તમને વાર નથી લાગતી. જ્યારે પણ હું રમું છું ત્યારે એ જ વિચારું છું કે ટીમ માટે કઈ રીતે અસેટ બની શકું, ટીમના સ્કોરમાં કેવી રીતે મારું યોગદાન આપી શકું. જો મને બૅટથી રન કરતાં ન આવડતું હોય તો મારે ફીલ્ડિંગ દ્વારા ફીલ્ડ પર મારું યોગદાન આપવું જોઈએ.

sports sports news cricket news