ધોની જેવો કોઈ પ્લેયર મેં આજ સુધી નથી જોયો: હસી

24 April, 2020 03:22 PM IST  |  Mumbai Desk

ધોની જેવો કોઈ પ્લેયર મેં આજ સુધી નથી જોયો: હસી

હસી, ધોની

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર અને ચેન્નઈ સુપર કિંગ્સના બૅટ્સમૅન માઇકલ હસીનું કહેવું છે કે હું મારા જીવનમાં મહેન્દ્ર સિંહ ધોની અને મુરલી વિજય જેવા બૅટ્સમેનોને ક્યારેય નથી મળ્યો. સીએસકે માટે રમતા હસીની ઇચ્છા એવી હતી કે તે વિજય સાથે ઓપનિંગ કરે અને છેલ્લી ઓવરમાં તે ધોની સાથે રમે. જોકે આઇપીએલ ૨૦૨૦ના એડિશનમાં માઇકલ હસી સીએસકેના બૅટિંગ-કોચ તરીકેની ફરજ બજાવે છે. મુરલી વિજય અને એમએસ ધોની વિશે વાત કરતાં હસીએ કહ્યું કે ‘ટૉપ ઑર્ડરમાં મુરલી વિજય સાથે બૅટિંગ કરવાનું ગમશે. મિડલ ઑર્ડરમાં મને થોડો ભય લાગે, પણ વિજય આરામથી પોતાની ગેમ રમી જાય છે. હું તેને કહું કે તું ગેમ પર ધ્યાન આપ, પણ તે પોતાના હિસાબે ગેમ રમવામાં મશગૂલ હોય છે. સામા પક્ષે મહેન્દ્ર સિંહ ધોની ઘણો કૅલ્ક્યુલેટિવ છે. મૅચ જલદી પૂરી કરવાની મારી ઇચ્છા હોય છે, પણ ધોની ના પાડતો હોય છે, કારણ કે કયો બોલર કેવી બોલિંગ કરે છે એ તેણે જોવાનું હોય છે. મને નથી લાગતું કે હું ધોની જેવા અન્ય કોઈ પ્લેયરોને ક્યારે મળ્યો હોઈશ. તેનું મગજ ઘણું કૅલ્ક્યુલેટિવ છે અને તે પોતે જાણે છે કે તેણે ક્યારે કયો શૉટ મારવો છે. તેનામાં એક જબરદસ્ત પાવર છે. તેણે સિક્સર મારવી હશે ત્યારે તે પૂરી તાકાતથી સિક્સર મારશે.’

sports sports news cricket news michael hussey ms dhoni mahendra singh dhoni