હવે આઉટસ્વિંગર્સ ફેંકવામાં મારો કૉન્ફિડન્સ વધી ગયો છે : બુમરાહ

28 August, 2019 10:50 AM IST  |  નૉર્થ સાઉન્ડ

હવે આઉટસ્વિંગર્સ ફેંકવામાં મારો કૉન્ફિડન્સ વધી ગયો છે : બુમરાહ

બુમરાહ

ગુજરાતના પેસ બોલરે માત્ર ૭ રનમાં પાંચ વિકેટ સાથે તરખાટ મચાવતાં કૅરિબિયનો માત્ર ૧૦૦ રનમાં ઑલઆઉટ, બે વર્ષ બાદ સેન્ચુરી ફટકારનાર રહાણે બન્યો મૅન ઑફ ધ મૅચ અને ૧૨મી જીત સાથે વિરાટ વિદેશમાં ભારતનો સૌથી સફળ કૅપ્ટન બન્યો.

રવિવારે ૭ રનમાં પાંચ વિકેટ લેનાર ભારતના યૉર્કર-સ્પેશ્યલિસ્ટ જસપ્રીત બુમરાહે કહ્યું કે તે હંમેશાં તેની ટૅલન્ટને પૉલિશ કરવા તત્પર હોય છે. ગયા વર્ષ સુધી આઉટસ્વિંગરો ફેંકવામાં કૉન્ફિડન્સ ન ધરાવનાર બુમરાહ હવે એનો માસ્ટર બનવામાં આગળ વધી રહ્યો છે. તે ફાસ્ટેસ્ટ ૫૦ વિકેટ લેનાર ભારતીય પેસ બોલર બન્યો છે.

આ પણ વાંચો : પૂર્વ ભારતીય દિગ્ગજ કેપ્ટન બોલ્યા-ધોની વગર રમવાની આદત પાડે ભારતીય ટીમ

૧૧ ટેસ્ટમાં ૨૦.૬૩ની ઍવરેજથી ૫૫ વિકેટ લેનાર બુમરાહે મીડિયાને કહ્યું, ‘પહેલાં હું ઇનસ્વિંગર ફેંકતો હતો. જોકે વધુ ટેસ્ટ મૅચો રમવાથી આઉટસ્વિંગર ફેંકવામાં કૉન્ફિડન્સ વધ્યો છે. મેં દરેક બૉલ માટે સખત મહેનત કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામે એક બોલિંગ યુનિટ તરીકે અમે શાનદાર પર્ફોર્મ કર્યું હતું. હું હંમેશાં મારી બોલિંગમાં નવું કરવા માટે ઉત્સુક રહું છું. આ પિચ ઘણી વખત ફ્લૅટ રહેતી હોય છે એથી અમારે અલગ રીતે બોલિંગ કરવી પડે. આ વખતે ઘણી સ્વિંગ હતી અને અમે અમારી વચ્ચે સતત કમ્યુનિકેશન ચાલુ રાખ્યું હતું.’

jasprit bumrah