હાર્દિક પંડ્યાને મળશે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવાની તક, આ ખેલાડી થશે બહાર

07 January, 2020 06:45 PM IST  |  Mumbai Desk

હાર્દિક પંડ્યાને મળશે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવાની તક, આ ખેલાડી થશે બહાર

ભારતીય ટીમના ધાકડ ઑલરાઉન્ડર હાર્દિક પાંડ્યા ઈજામાંથી સ્વસ્થ થઈને ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબૅક કરી શકે છે. હાર્દિક પાંડ્યાની ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબૅક થઈ શકે છે. જોકે, આ માટે તેને હજી થોડી રાહ જોવાની છે. હાર્દિક પાંડ્યાને ન્યૂઝલેન્ડ વિરુદ્ધ 24 જાન્યુઆરીથી શરૂ થતી 5 મેચની ટી20 સીરીઝ માટે કીવી ટ્રીપ પર ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

હાર્દિક પાંડ્યાના ઇજાગ્રસ્ત થયા પછી શિવમ દુબેને ઑલરાઉંડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિવમ દુબેએ કેટલીક તકો બનાવી છે, જ્યાકે કેટલાક અવસરે તે સારું પરફેર્મ કરવામાં સફળ થઈ શક્યો નથી. એવામાં ભારતીય ટીમના ચયનકર્તાઓની નજર ફરીથી અનુભવી ઑલરાઉંડર હાર્દિક પાંડ્યા પર હશે. જો કે, હજી ન્યૂઝીલેન્ડ ટ્રીપ માટે ટીમની પસંદગી ક્યારે હશે, આ નક્કી નથી થઈ શક્યું. પણ એક વાત નક્કી છે કે હાર્દિક પાંડ્યાને કીવી ટ્રીપ પર ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

હાર્દિક પાંડ્યા ન્યૂઝલેન્ડ ટ્રીપ પર ભારતની એ ટીમ સાથે જોડાઇ જશે. જો હાર્દિક પાંડ્યા ત્યાં સારું પરફોર્મ કરી શકે છે તો પછી તેને ત્યાં જાળવી શકાય છે. એવામાં શિવમ દુબેને 15 કે 16 સભ્યની ટીમમાં સ્થાન નહીં મળે. એટલું જ નહીં, હાર્દિક પાંડયાને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરીઝમાં પણ અજમાવ્યો હતો, પણ હજી તેના પર શંકાના વાદળ લહેરાઇ રહ્યા છે. મુંબઇ મિરર પ્રમાણે, શિવમ દુબેની જગ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ માટે ટીમમાં રસંદગી થઈ શકે છે.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

ઑક્ટોબરમાં હાર્દિક પાંડ્યાની સર્જરી થઈ હતી, જેથી તે સ્વસ્થ થઈ ચૂક્યો છે. શૉર્ટ ફૉર્મેટમાં હાર્દિક પાંડ્યાની કમબૅક થઈ શકે છે, પણ ટેસ્ટ ક્રિકેટમાં તેની કમબૅક ક્યારે થશે, તેની કોઇને નથી ખબર. બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરીઝમાં ડેબ્યૂ કરનારા શિવમ દુબે શ્રીલંકા વિરુદ્ધ રમવામાં આવેલી ત્રણ મેચની ટી20 સીરીઝમાં પણ ભારતીય ટીમનો ભાગ છે, પણ આ મહિનાના અંતમાં ન્યૂઝીલેન્ડમાં શરૂ થનારી ટી20 સીરીઝમાંથી તે બહાર થઈ શકે છે.

hardik pandya cricket news sports news sports new zealand