Happy Birthday Sachin Tendulkar:આ છે માસ્ટર બ્લાસ્ટરના ગ્રેટ ક્વોટ્સ

24 April, 2019 12:33 PM IST  |  મુંબઈ

Happy Birthday Sachin Tendulkar:આ છે માસ્ટર બ્લાસ્ટરના ગ્રેટ ક્વોટ્સ

સચિન તેન્ડુલકર (File Photo)

ક્રિકેટના ભગવાનનો દરજ્જો જેને મળ્યો છે, તેવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લિટલ માસ્ટર તરીકે જાણીતા ક્રિકેટરાના આજે પણ લાખોની સંખ્યામાં ફેન્સ છે. તેન્ડુલકર 1994માં અર્જુન એવોર્ડ, 1997માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવી ચૂક્યા છે. તો 1999 અને 2008માં તેમને અનુક્રમે પદ્મશ્રી અને પદ્મ વિભુષણનું સન્માન અપાયું હતું. 2011નો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો પણ સચિન તેન્ડુલકર પાર્ટ હતા. 2011નો વર્લ્ડ કપ સચિનના કરિયરનો છઠ્ઠો વર્લ્ડ કપ હતો.

માસ્ટર બ્લાસ્ટરના જન્મદિવસે આપણે પણ આ ગ્રેટેસ્ટ બેટ્સમેનના ઈનોવેશન, સફળતા પાછળની મહેનત અને લાઈફ સ્પિરિટને ઉજવીએ. સચિન તેન્ડુલકરનો જન્મ દિવસ તેના ફેન્સ માટે ખાસ છે. આજે આ લેજન્ડ ક્રિકેટરનો 46મો જન્મદિવસ છે. ત્યારે વાંચો સચિન તેન્ડુલકરના કેટલાક ગ્રેટેસ્ટ ક્વોટ્સ.

મેં ક્યારેય મારી જાતને બીજા સાથે સરખાવવાની કોશિશ નથી કરી. - સચિન તેન્ડુલકર

સપના માટે મહેનત કરવાનું ક્યારેય ન છોડો કારણ કે સપના હંમેશા સાચા પડે છે - સચિન તેન્ડુલકર

જો તમે વિનમ્ર રહેશો તો ગેમ પત્યા બાદ પણ લોકો તમને આદર અને પ્રેમ આપશે. સચિન સારો ક્રિકેટર છે એના કરતા સચિન સારો માણસ છે એ સાંભળીને હું વધુ ખુશ થઈશ. - સચિન તેન્ડુલકર

આટલા વર્ષોમાં હું એટલું શીખ્યો છું કે ચેમ્પિયન ટીમને બાજી પલટવા માટે માત્ર નાની તકની જ જરૂર હોય છે. - સચિન તેન્ડુલકર

ઘરમાં બધાએ જ મને સપોર્ટ કર્યો છે. પણ મારા પપ્પા હંમેશા કહેતા કે પરિણામની ચિંતા કર્યા વગર તું તારો બેસ્ટ પ્રયત્ન કર. - સચિન તેન્ડુલકર

દરેક વ્યક્તિની પોતાની જાતને રજૂ કરવાની પોતાની રીત હોય છે - સચિન તેન્ડુલકર

આ પણ વાંચોઃ કેવી રીતે બન્યા સચિન ગુજરાતના જમાઈ, જાણો સચિન-અંજલિની લવ સ્ટોરી

ટીકાકારોએ મને ક્રિકેટ નથી શીખવ્યુ. અને તેમને એ પણ નથી ખબર કે મારું શરીર કે મારું મગજ શું કરી રહ્યા છે. - સચિન તેન્ડુલકર

જ્યારે ક્રિકેટ રમતો હોઉં ત્યારે હું ક્રિકેટ વિશે વિચારું છું, પણ જ્યારે પરિવાર સાથે સમય વીતાવતો હોઉં ત્યારે હું તેમને ન્યાય આપવાની કોશિશ કરું છું. - સચિન તેન્ડુલકર

sachin tendulkar sports news cricket news