ભારતને વર્લ્ડકપ 2019 માટે જીતનો દાવેદાર નથી માનતા ગાવસ્કર

17 February, 2019 02:51 PM IST  |  સ્પોર્ટ્સ ડેસ્ક

ભારતને વર્લ્ડકપ 2019 માટે જીતનો દાવેદાર નથી માનતા ગાવસ્કર

સુનીલ ગાવસ્કર (ફાઇલ ફોટો)

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડકપમાં જીતની પ્રબળ દાવેદાર માનતા નથી. ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં હવે અમુક મહિનાઓ જ બાકી છે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ટીમ ઇન્ડિયાની પાસે ફક્ત 7 ઇન્ટરનેશનલ મેચ છે.

સુનીલ ગાવસ્કરે મીડિયા સાથેના વાતચીતમાં જણાવ્યું કે ભારત નહીં પરંતુ ઇંગ્લેન્ડની ટીમ આ વર્લ્ડકપને જીતનારી પ્રબળ દાવેદાર છે. ગાવસ્કરે કહ્યું, "ઇંગ્લેન્ડની ટીમ ફેવરિટ ટીમ છે. હું એટલા માટે નથી કહી રહ્યો કારણકે ટુર્નામેન્ટ તેમના હોમ ગ્રાઉન્ડમાં છે. 2015 વર્લ્ડકપ પછી તેમણે પોતાની રમતની રીત બદલી છે. 2015 વર્લ્ડકપમાં તેમણે બાંગ્લાદેશને હરાવી દીધું હતું. હવે તેમની પાસે સારા બેટ્સમેન છે, શાનદાર બોલર્સ છે અને બેન સ્ટોક્સ જેવો ઓલરાઉન્ડર છે."

જોકે ગાવસ્કરે માન્યું કે 2017 અને 2018માં ઇંગ્લેન્ડમાં રમવાનો ફાયદો ભારતને મળશે.

2017માં ઇંગ્લેન્ડની યજમાનીમાં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારતે ફાઇનલ સુધીની સફર ખેડી હતી. આ ઉપરાંત ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ અહીંયા 2018માં બાઇલેટરલ વનડે સીરીઝ રમી હતી.

ગાવસ્કરે કહ્યું, 'મને લાગે છે કે સૌથી પસંદગીની ટીમ ઇંગ્લેન્ડ છે અને પછી ભારત આવે છે.' પૂર્વ ભારતીય કેપ્ટને વર્લ્ડકપ 2019 માટે સંભવિત સેમીફાઇનલિસ્ટ્સ પસંદ કર્યા.

ગાવસ્કરે ભારત અને ઇંગ્લેન્ડની સાથે સેમીફાઇનલમાં સામેલ થવા માટે અન્ય બે પક્ષો તરીકે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાનું સમર્થન કર્યું. સુનીલ ગાવસ્કરે પાકિસ્તાનને ખતરનાક ટીમ માની છે. પાકિસ્તાન 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમ પણ છે. તેણે ફાઇનલમાં ભારતને જ હરાવ્યું હતું.

ગાવસ્કરે કહ્યું, 'પાકિસ્તાનની ટીમ હંમેશાં એક ખતરનાક ટીમ હોય છે. જ્યારે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથના આવવાથી ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબૂત થઈ જશે. આ ચાર ટીમે સેમીફાઇનલમાં હશે. ન્યુઝીલેન્ડ પણ સરપ્રાઇઝ કરી શકે છે અને ભારતે આ ટીમો સાથે જબરદસ્ત મુકાબલો કરવો પડશે.'

આ પણ વાંચો: આફ્રિકા સામે રોમાંચક ટેસ્ટમાં શ્રીલંકાની 1 વિકેટે જીત, કુશલ પરેરાની લડાયક સદી

વિરાટ બ્રિગેડ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપની પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે 5 જૂનના રોજ રમશે. વર્લ્ડકપ-2019ની મેચો 30 મેથી 14 જુલાઈ સુધી રમવામાં આવશે. પાકિસ્તાન સામે ભારતનો સામનો 16 જૂનના રોજ થશે. ભારતે વિશ્વકપમાં હંમેશાં પાકિસ્તાનને હરાવ્યું છે.

આ વર્લ્ડકપની લીગ મેચમાં તમામ ટીમો એકબીજા સાથે રમશે. 1992 વર્લ્ડકપ પછી આ પહેલો મોકો છે જ્યારે ટુર્નામેન્ટ એક ફોર્મેટમાં રમવામાં આવી રહી છે. આ જ કારણે આ વખતે તમામ ટીમોની વચ્ચે સેમીફાઇનલમાં પહોંચવાની જંગ રહેશે.

sunil gavaskar cricket news