આજથી ઍશિઝ જંગની શરૂઆત

01 August, 2019 12:23 PM IST  |  એજબેસ્ટન

આજથી ઍશિઝ જંગની શરૂઆત

આજથી ઍશિઝ જંગની શરૂઆત

હાલમાં વન-ડે વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લૅન્ડની ટીમ આજથી શરૂ થતી ઍશિઝ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને સીઝનને વધુ યાદગાર બનાવવા ઇચ્છશે. આ સિરીઝ સાથે ટેસ્ટ ક્રિકેટનાં ૧૪૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો પ્રારંભ થશે. ઇંગ્લૅન્ડ પાસે ઍશિઝ સિરીઝ જીતીને વર્લ્ડ કપની જીતને કારણે મળેલા નવા ફૉલોઅર્સને ટકાવવાનો સારો ચાન્સ છે.

ટિમ પેનની લીડરશિપમાં ઑસ્ટ્રેલિયાએ ઍશિઝ જીતીને ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં થયેલા બૉલ-ટેમ્પરિંગ સ્કેમને ભુલાવવાનો મોકો છે. તે સ્કેમને કારણે સ્ટીવન સ્મિથ, ડેવિડ વૉર્નર અને કૅમરુન બૅનક્રાૅફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વૉર્નર પોતાનું સુપ્રીમ ફૉર્મ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, જ્યારે ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, મિચલ માર્શનો ઍન્ડરસન-બ્રોડની સફળ જોડી સામે મુકાબલો જોવાલાયક રહેશે.

આ પણ વાંચો : કપિલ દેવની અધ્યક્ષતાવાળી કમિટી ફરી વિવાદમાં સપડાઇ

ગયા અઠવાડિયે આયરલૅન્ડ સામે ફક્ત ૮૫ રનમાં ઑલઆઉટ થયા પછી કૅપ્ટન જો રૂટ પોતાના રેગ્યુલર ત્રીજા ક્રમે કમબૅક કરશે. ઇંગ્લૅન્ડનો ઑલ-ટાઇમ હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર જેમ્સ ઍન્ડરસન બોલિંગ-અટૅકને લીડ કરશે જેમાં સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વૉક્સ સામેલ છે. વાઇસ કૅપ્ટન્સી મળતાં બેન સ્ટોક્સ વધુ સારું યોગદાન આપવાની કોશિશ કરશે. ઑસ્ટ્રેલિયાના બોલિંગ-અટૅકમાં જેમ્સ પેટિન્સન, પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ સામેલ છે.

joe root england australia test cricket cricket news sports news