100 મીટર રેસમાં દુત્તી ચંદ ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા

11 July, 2019 12:32 PM IST  |  નવી દિલ્હી

100 મીટર રેસમાં દુત્તી ચંદ ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા

દુત્તી ચંદ

ઇટલીના નૅપ્લેસમાં યોજાયેલી મહિલાઓની ૧૦૦ મીટર રેસમાં ભારતની દુત્તી ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનારી તે પહેલી ભારતીય મહિલા બની છે. ઇટલીમાં યોજાયેલી ૩૦મી સમર યુનિવર્સિટી ગેમ્સમાં ૧૦૦ મીટરની મહિલાઓની રેસમાં દુત્તી ચંદ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ હતી. આ પહેલાં કોઈ પણ ભારતીય મહિલા આ રેસમાં ક્વૉલિફાઈ નહોતી કરી શકી.

દુત્તી ચંદની આ ઉપલબ્ધિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરણ રાઈજીજુએ સોશ્યલ મીડિયા દ્વારા તેને શુભેચ્છા આપી છે.

આ પણ વાંચો : વિમ્બલ્ડન 2019: સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમી ફાઇનલમાં એન્ટ્રી

નૅપ્લેસ, યુનિવસિયાડમાં થયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ૧૦૦ મીટર દોડમાં મેળવેલી જીત બદલ દુત્તી ચંદને અભિનંદન. દેશનો આ પહેલો ગોલ્ડ મેડલ છે અને ગર્વની વાત છે. મહેનત કરતા રહો અને ઑલિમ્પિકમાં યશ મેળવતા રહો.

- રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ

sports news