ધોનીની જગ્યા લેવા પંત સક્ષમ?

01 September, 2019 11:46 AM IST  |  મુંબઈ

ધોનીની જગ્યા લેવા પંત સક્ષમ?

રિષભ પંત

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે રમવા ઊતરેલી હનુમા વિહારી અને રિષભ પંતની જોડીની શરૂઆત સારી નહોતી રહી. દિવસના પહેલા જ બૉલમાં પંતની વિકેટ લેવામાં જેસન હોલ્ડરને સફળતા મળી હતી. પંતનો ફરી ફ્લૉપ શો રહેતાં તે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા લઈ શકે કે નહીં એ સવાલ છે.

મૅચની પહેલી ઇનિંગમાં પહેલા દિવસે પાંચ વિકેટે ૨૬૪ રન કરી ટીમે બીજા દિવસે આગળ રમવાનું શરૂ કર્યું હતું. પંત આઉટ થતાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ માત્ર ૧૬ રન કરીને કૉર્નવૉલનો શિકાર બન્યો હતો છતાં હનુમા વિહારીએ એક બાજુ ટીમની કમાન સંભાળી રાખી હતી. પહેલી ટેસ્ટ મૅચમાં વિહારી ૭ રનથી સેન્ચુરી ચૂકી ગયો હતો.

મૅચના પહેલા દિવસે વિરાટ કોહલીએ ટીમના સ્કોરને આગળ વધારતાં ૭૬ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ વતી જેસન હોલ્ડર સૌથી ઘાતક બોલર સાબિત થયો હતો, જેણે બીજા દિવસના લંચ-બ્રેક સુધી કુલ ૨૮ ઓવર નાખી હતી, જેમાં આઠ મેઇડન ઓવર હતી. તેણ‌ે ૬૨ રન આપીને ચાર વિકેટ લીધી હતી. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસે લંચ-બ્રેક સુધી ૧૧૮ ઓવરમાં ૭ વિકેટે ૩૩૬ રન કર્યા હતા.

cricket news sports news ms dhoni Rishabh Pant india west indies