લો પ્રોફાઇલ હોવા છતાં લોકોને ટૅલન્ટેડ ધોની ગમે છે : રાષ્ટ્રપતિ કોવિંદ

01 October, 2019 03:05 PM IST  |  મુંબઈ

લો પ્રોફાઇલ હોવા છતાં લોકોને ટૅલન્ટેડ ધોની ગમે છે : રાષ્ટ્રપતિ કોવિંદ

રામનાથ કોવિંદ

રાંચી : (આઇ.એ.એન.એસ.) મહેન્દ્ર સિંહ ધોનીના દેશ-વિદેશમાં અનેક ચાહકો છે એ વાત પાકી, પણ આ ચાહકોની યાદીમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામ પણ સામેલ છે. રવિવારે મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સાથે રાષ્ટ્રપતિની રાજ ભવન ખાતે મુલાકાત લીધી હતી. રાંચી યુનિવર્સિટીના ૩૩મા કોન્વોકેશન સમારંભમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘રવિવારે મહેન્દ્ર સિંહ ધોની મને રાજ ભવન ખાતે મળ્યા હતા. મને એ મુલાકાત ઘણી ગમી. મેં તેમને લો પ્રોફાઇલ મેઇન્ટેઇન કરવા બદલ બિરદાવ્યા હતા, કારણ કે લોકો તેના ટૅલન્ટના દીવાના છે. તેનું ટૅલન્ટ ઝારખંડનું ટૅલન્ટ છે. એમ. એસ. ધોનીએ ક્રિકેટ વિશ્વમાં રાંચીને પ્રસિદ્ધિ અપાવી છે.’

ram nath kovind ms dhoni mahendra singh dhoni cricket news