મિચલને ખોટો આઉટ આપ્યા બાદ ફરી વાર DRS વિવાદમાં

09 February, 2019 10:43 AM IST  | 

મિચલને ખોટો આઉટ આપ્યા બાદ ફરી વાર DRS વિવાદમાં

આઉટ કે નૉટઆઉટ? : અમ્પાયર ક્રિસ બ્રાઉન સાથે મિચલને થર્ડ-અમ્પાયરે આઉટ આપ્યો એ વિશે ચર્ચા કરતો ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન કેન વિલિયમસન.

મિચલે નૉન-સ્ટ્રાઇકર કેન વિલિયમસનના સૂચનથી DRSની અપીલ કરી હતી. હૉટ-સ્પૉટમાં ચોખ્ખું જણાયું હતું કે બૉલ પહેલાં બૅટને અને પછી પૅડને લાગ્યો હતો, એમ છતાં થર્ડ અમ્પાયર શૉન હૅગે ઑન-ફીલ્ડ અમ્પાયરનો લેગ-બિફોર વિકેટનો નિર્ણય માન્ય રાખ્યો હતો. ગ્રાઉન્ડ પર લાગેલી સ્ક્રીન પર દેખાયું હતું કે સ્લો મોશન રીપ્લેમાં બૉલ બૅટને ક્રૉસ કર્યા પછી સીમની પૉઝિશન ચેન્જ થઈ હતી, જેના પરથી સાબિત થઈ ગયું હતું કે બૉલ પૅડને લાગતાં પહેલાં બૅટને વાગ્યો હતો. સ્ક્રીન પર આ દૃશ્ય આખી દુનિયાએ જોયું હતું અને મિચલ નૉટઆઉટ હોવા છતાં થર્ડ અમ્પાયરે આઉટનું ડિસિઝન ન બદલતાં મિચલે મેદાન છોડીને જવું પડ્યું હતું. રોહિતે પણ ખેલદિલીપૂર્વક પોતાની અપીલ પાછી ખેંચી હતી, પરંતુ એમ છતાં જો મેદાન પરના અમ્પાયર અને થર્ડ અમ્પાયર આઉટ આપે તો ખેલાડીએ જવું જ પડે. ન્યુ ઝીલૅન્ડની ટીમે આ વિવાદાસ્પદ નિર્ણયને સહજતાથી સ્વીકાર કરીને સાબિત કર્યું હતું કે શા માટે ICC તેમને ‘સ્પિરિટ ઑફ ક્રિકેટ’નો અવૉર્ડ વારંવાર આપે છે.

cricket news sports news india new zealand