આગામી સિરીઝમાં સિલેક્ટ ન થતાં સ્ટેને કોહલીની માગી માફી

15 August, 2019 01:44 PM IST  |  જૉહાનિસબર્ગ

આગામી સિરીઝમાં સિલેક્ટ ન થતાં સ્ટેને કોહલીની માગી માફી

ડેલ સ્ટેન

સાઉથ આફ્રિકાના અનુભવી પેસર ડેલ સ્ટેને આવતા મહિને ભારતમાં રમાનારી ટી૨૦ ઇન્ટરનૅશનલ સિરીઝની ટીમમાં સિલેક્ટ ન થતાં ટ્વિટર પર વિરાટ કોહલીની માફી માગી હતી. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટેસ્ટ અને ટી૨૦ સિરીઝની ટીમ જાહેર કરી હતી જેમાં ટેમ્બા બવુમા, બજોર્ન ફોર્ટુન અને ઍનરિચ નોર્ટજેને સ્થાન મળ્યું છે પણ સ્ટેનને ટી૨૦ ટીમમાં ચાન્સ નથી મળ્યો. તે ટેસ્ટ ક્રિકેટમાંથી હાલમાં રિટાયર થયો હતો.

તેણે ટીમમાં સિલેક્ટ ન થતાં પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢતાં ટ્વીટમાં લખ્યું, ‘કોચિંગ સ્ટાફ સાથે મેળ ન પડતાં મેં ટીમમાંથી સ્થાન ગુમાવ્યું છે. હું વિરાટ કોહલી અને બિલિયન ફૅન્સની માફી માગું છું.’ એક ફૅને લખ્યું, ‘નવા સિલેક્ટરો તને ‘મોટી’ મૅચ માટે બચાવીને રાખવા માગે છે. (નવા સિલેક્ટરો કોણ?)’

આ પણ વાંચો : પૉઝિટિવ ક્રિકેટ રમીને મૅચો જીતવા માગું છું : રિષભ પંત

આ પહેલાં તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરતાં કહ્યું હતું, ટેસ્ટ ક્રિકેટ જ ક્રિકેટનું બેસ્ટ અલ્ટિમેટ ફૉર્મેટ છે.

south africa india virat kohli cricket news sports news