ધોની ટીમ ઈન્ડિયા નહી પણ સેનાના જવાનો સાથે વિતાવશે સમય

20 July, 2019 01:14 PM IST  | 

ધોની ટીમ ઈન્ડિયા નહી પણ સેનાના જવાનો સાથે વિતાવશે સમય

ભારતના દિગ્ગજ વિકેટ કિપર અને પૂર્વ કેપ્ટન ધોનીએ પોતાના સંન્યાસ અને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર તમામ અટકળો દૂર કરતા નિવેદન આપ્યું છે. 38 વર્ષીય ધોનીએ BCCIને માહિતી આપી છે કે હાલ તે 2 મહિના સુધી કોઈ પણ ક્રિકેટ ફોર્મેટ માટે હાજર રહેશે નહી. તે આવનારા 2 મહિના પેરા સૈન્ય રેજિમેન્ટમાં સામેલ થવા જઈ રહ્યાં છે. જો કે ધોનીએ સંન્યાસને લઈને કોઈ પણ જાહેરાત કરી નથી, પરંતુ આવનારા 2 મહિના તે ક્રિકેટ દુનિયાથી દૂર રહેશે. આ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે. વર્લ્ડ કપ પછી ધોની ક્રિકેટ દુનિયાથી રિટાયરમેન્ટ લઈ લેશે.

આ પહેલા ધોનીના સંન્યાસની ખબરો પર મેનેજર અને મિત્ર અરૂણ પાન્ડેએ પણ નિવેદન આપ્યું હતું. અરૂણ પાન્ડેએ કહ્યું હતું કે, અત્યારે ધોની ક્રિકેટ દુનિયાથી વિદાય લેવા વિશે કંઈ પણ વિચારી રહ્યાં નથી. માહીનો ક્રિકેટથી વિદાય લેવાનો કોઈ ઈરાદો નથી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રવાસનો સેમી ફાઈનલમાં જ અંત આવી ગયો હતો. સેમી ફાઈનલમાં હાર પછી ધોનીના સંન્યાસ લેવા પર અટકળો શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ધોનીના સંન્યાસ ને લઇને સૌથી મોટો અપડેટ જાણો શું છે તેમનો પ્લાન

અરૂણ પાન્ડે પહેલા ધોનીના કોચ કેશવ બેનર્જીએ પણ કહ્યું હતું કે, ધોની T-20 વર્લ્ડ કપ રમવાનું ચાલું રાખી શકે છે. પાન્ડેએ કહ્યું કે તેમની હમણાં તરત જ સંન્યાસ લેવાની કોઇ યોજના નથી. આવા મહાન ખેલાડીને લઈને ચાલી રહેલી અટકળો દુર્ભાગ્યપૂર્ણ છે. આજે જ્યારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમનું સિલેક્શન થઇ રહ્યું છે તે પહેલા જ ધોનીના મિત્રનું આ નિવેદન આવ્યું હતું. જો કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ધોની આવનારા 2 મહિના ક્રિકેટની દુનિયાથી દૂર સેનાના જવાનો સાથે પોતાનો સમય પસાર કરશે.

ms dhoni mahendra singh dhoni gujarati mid-day