ગરમીથી બચવા ક્રિકેટમાં હીટ રૂલ લાવવાની ભલામણ કરાઈ

11 September, 2019 02:26 PM IST  |  લંડન

ગરમીથી બચવા ક્રિકેટમાં હીટ રૂલ લાવવાની ભલામણ કરાઈ

ગરમીથી બચવા ક્રિકેટમાં હીટ રૂલ લાવવાની ભલામણ કરાઈ

સ્પોર્ટ્સના રિસર્ચર્સ અને પર્યાવરણના વિદ્યાર્થીઓએ સાથે મળીને ક્રિકેટ ઑથોરિટ‌ીને મૅચમાં હીટ રૂલ લાવવાની અને મૅચ મોકૂફ રાખ‍વા વિશેના મુદ્દાઓની ભલામણ કરી છે. બ્રિટિશ અસોસિયેશન ફૉર સસ્ટેનેબલ સ્પોર્ટ સાથે મળીને બે યુનિવર્સિટીએ યુવા પ્લેયરોનું વધારે ધ્યાન રાખવા માટે આ અરજી કરી છે. વળી હવાની અવરજવર રહે એ માટે ઇક્વિપમેન્ટ બનાવનારા મૅન્યુફૅક્ચરોનું આ વિશે ધ્યાન દોરવામાં આવ્યું છે.

લૉર્ડ્સ મેદાનના સસ્ટેનેબિલિટી મૅનેજર રસેલ સેયમૌરે આ વિશે માત્ર ક્રિકેટ જ નહીં, પણ તમામ સ્પોર્ટ્સને આવરી લેવાની વાત કરી હતી અને પ્લેયરો માટે વધારે પંખા લગાવવાની વાત કહી હતી. ભારત અને ઑસ્ટ્રેલિયા જેવા દેશમાં દુકાળ, સુકાળ જેવી પરિસ્થિતિ અનેક વાર સર્જાતી હોય છે. આ પહેલાં પણ ઑસ્ટ્રેલિયાની મૅચો પર ગરમીને કારણે જ્યારે પાણીને કારણે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ પર અસર પડી હતી.

આ પણ વાંચો : ટ્રાઇ સિરીઝ માટે બંગલા દેશની ટીમમાં ધરખમ ફેરફાર

આવા અનેક દાખલાઓ આપીને કિક્રેટ ઑથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેથી કરીને પ્લેયરોને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

cricket news sports news