Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટ્રાઇ સિરીઝ માટે બંગલા દેશની ટીમમાં ધરખમ ફેરફાર

ટ્રાઇ સિરીઝ માટે બંગલા દેશની ટીમમાં ધરખમ ફેરફાર

11 September, 2019 01:43 PM IST | ઢાકા

ટ્રાઇ સિરીઝ માટે બંગલા દેશની ટીમમાં ધરખમ ફેરફાર

બંગલા દેશ ટીમ

બંગલા દેશ ટીમ


બંગલા દેશ, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટ્રાઇ સિરીઝ ૧૩ સપ્ટેમ્બરથી બંગલા દેશમાં શરૂ થશે. આ સિરીઝમાં યજમાન ટીમે પોતાના ટી૨૦ સ્ક્વૉડમાં ધરખમ ફેરફાર કર્યા છે. ટી૨૦ મૅચ માટે ઑલ‍રાઉન્ડર અરીફુલ હક, ફાસ્ટ બોલર અબુ હૈદર, સ્પિનર નઝમુલ ઇસ્લામ અને બૅટ્સમૅન મોહમ્મદ મિથુનને બહાર રાખવામાં આવ્યા છે. આ પ્લેયરો ડિસેમ્બર ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રમ્યા હતા. ઑસ્ટ્રેલિયામાં આવતા વર્ષે થનારા વર્લ્ડ ટી૨૦ માટે તૈયારી કરવાના ભાગરૂપે તમીમ ઇકબાલે પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નાનકડો બ્રેક લીધો છે. જોકે આ પ્લેયરોનો ટીમમાં સમાવેશ ન થતાં પેસ બોલર યાસીન અરાફત, સ્પિનર તૈજુલ ઇસ્લામ આ ટી૨૦ સિરીઝથી ડેબ્યુ કરશે.

આ પણ વાંચો : સુરક્ષિતપણે સિરીઝ રમી શકે છે શ્રીલંકા : પીસીબી



સામા પક્ષે શ્રીલંકા સામે ૨૦૧૮માં માત્ર એક ટી૨૦ રમી ચૂકેલા અફિફ હોસૈન અને મહેદી હસનને બહાર રાખવામાં આવ્યા છે. બંગલા દેશની ટી૨૦ ટીમમાં સબ્બીર રહેમાન અને મોસાડ્ડેક હોસૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 01:43 PM IST | ઢાકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK