વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોએ ફાઇટ આપવા મેન્ટલી સ્ટ્રૉન્ગ બનવાની જરૂર: બ્રાયન

22 August, 2019 10:06 AM IST  |  ઍન્ટિગુઆ

વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોએ ફાઇટ આપવા મેન્ટલી સ્ટ્રૉન્ગ બનવાની જરૂર: બ્રાયન

બ્રાયન લારા

ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવનાર બ્રાયન લારાનું માનવું છે કે વર્તમાન વેસ્ટ ઇન્ડીઝ ટીમે લડત આપવા અને ડોમિનેટ કરવા મેન્ટલ એસ્પેક્ટ પર કામ કરવું જોઈએ. લારા અને રામનરેશ સરવન ભારત સામેની સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમને ગાઇડ કરવા પ્રી-સિરીઝ કૅમ્પમાં જોડાયા છે. ૧૩૧ ટેસ્ટ રમનારા લારાએ મીડિયાને કહ્યું, ‘વેસ્ટ ઇન્ડીઝની ૧૫ મેમ્બરની ટીમમાં ટેક્નિકલ સ્કિલ્સ અને વર્ક ઍથિક્સ સામેલ છે. તેમણે ફાઇટ આપવા અને ડોમિનેટ કરવા મેન્ટલ એસ્પેક્ટ પર ધ્યાન આપવું જોઈએ. પ્લેયરોએ મેન્ટલી સ્ટ્રૉન્ગ બનવાની જરૂર છે. યંગ પ્લેયરો મેન્ટલી સ્ટ્રૉન્ગ હશે તો જલદી શીખી શકશે. પ્લેયરો કૅમ્પમાં તનતોડ પ્રૅક્ટિસ કરી રહ્યા હતા જે સારી વાત છે.

આ પણ વાંચો : બેન સ્ટોક્સની ઑસ્ટ્રેલિયાને ચૅલેન્જ જોફ્રાના બાઉન્સર્સ માટે તૈયાર રહો

મને આશા છે કે હું મારો અનુભવ અને જ્ઞાન યંગ બૅટ્સમેનોને આપી શકીશ જેથી તેમનામાંથી આપણે બેસ્ટ પર્ફોર્મન્સ લાવી શકીએ. આ યંગ પ્લેયર્સને સાચી દિશા દેખાડવી જરૂરી છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ-જીત એ કંઈક સારું થવાનો સંકેત આપી રહ્યો છે. વિદેશમાં જીતતા પહેલાં અમારે ઘરઆંગણે પાયો મજબૂત કરવાની જરૂર છે.’

brian lara cricket news sports news