Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બેન સ્ટોક્સની ઑસ્ટ્રેલિયાને ચૅલેન્જ જોફ્રાના બાઉન્સર્સ માટે તૈયાર રહો

બેન સ્ટોક્સની ઑસ્ટ્રેલિયાને ચૅલેન્જ જોફ્રાના બાઉન્સર્સ માટે તૈયાર રહો

22 August, 2019 10:07 AM IST | લંડન

બેન સ્ટોક્સની ઑસ્ટ્રેલિયાને ચૅલેન્જ જોફ્રાના બાઉન્સર્સ માટે તૈયાર રહો

બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર

બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર


ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે ઑસ્ટ્રેલિયા સામે પડકાર ફેંકતાં કહ્યું કે જોફ્રા આર્ચરના બાઉન્સર્સ માટે તૈયારી રાખજો. ઐતિહાસિક લૉર્ડ્સ ટેસ્ટમાં ડેબ્યુ કરનાર પેસ બોલર જોફ્રા આર્ચરે ડ્રૉ ટેસ્ટમાં કાતિલ બોલિંગ કરીને સ્ટીવન સ્મિથને ઇન્જર્ડ કર્યો હતો. આ ઇન્જરીને કારણે તે ત્રીજી ટેસ્ટ નથી રમી રહ્યો.

પહેલી ઇનિંગમાં ૯૨ રન બનાવનાર સ્ટીવન સ્મિથને જોફ્રાનો બૉલ વાગતાં તે સેકન્ડ ઇનિંગમાં રમી શક્યો નહોતો. સ્ટોક્સે મીડિયાને કહ્યું, ‘અગ્રેસન એ જોફ્રાની ગેમનો ભાગ છે અને તે બૅટ્સમૅનને સેટલ નથી થવા દેતો. કોઈ બૅટ્સમૅનને જ્યારે ઈજા થાય ત્યારે કોઈ બોલર એમ નહીં કહે કે હું ફરીથી તેની સામે બોલિંગ નહીં કરું, જેથી તેને ઈજા ન થાય. સ્મિથની ઈજા છતાં જોફ્રાએ તેના અપ્રોચને ચેન્જ કરવાની જરૂર નથી. તેનો એક્સ્ટ્રા પેસ અમને ત્રીજી ટેસ્ટમાં જીત અપાવી શકે છે. તેણે અમારી બોલિંગને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. પહેલી ઇનિંગમાં તેણે ૨૯ ઓવર ફેંકી હતી. જોકે મેં રમવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી તેણે છેલ્લા સ્પેલમાં ફેંકેલી ૮ ઓવર સૌથી જબરદસ્ત હતી. અમે ઑસ્ટ્રેલિયાના મિચલ જોન્સનને ૨૦૧૩માં આવી બોલિંગ કરતા જોયો હતો. જોફ્રા મારી ટીમમાં છે એ સારું છે, હું તેનો સામનો કરવા નથી ઇચ્છતો.’



આ પણ વાંચો : ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના આ બે બોલરો પર શંકાસ્પદ બોલીંગ એક્શનનો આરોપ લાગ્યો


ઑસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લૅન્ગરે કન્ફર્મ કરતાં કહ્યું હતું કે ઈજાગ્રસ્ત સ્ટીવન સ્મિથ હેડિંગ્લીમાં રમાનારી ત્રીજી ઍશિઝ ટેસ્ટમાં નહીં રમી શકે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 10:07 AM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK