બેન સ્ટોક્સની ફૅમિલી કન્ટ્રોવર્સીને પગલે ઇંગ્લૅન્ડ​ ક્રિકેટ બોર્ડે કહ્ય

20 September, 2019 11:22 AM IST  |  લંડન

બેન સ્ટોક્સની ફૅમિલી કન્ટ્રોવર્સીને પગલે ઇંગ્લૅન્ડ​ ક્રિકેટ બોર્ડે કહ્ય

બેન સ્ટોક્સ

વર્લ્ડ કપ ૨૦૧૯ના હીરો બેન સ્ટોક્સના પરિવારનો એક અંગત અને દુખદ કિસ્સો જગજાહેર થતાં બેન સ્ટોક્સ મિડિયા પર વરસ્યો હતો. વાસ્તવમાં સ્ટોક્સનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં તેના સાવકા પિતાએ તેનાં સાવકા ભાઈ-બહેનની હત્યા કરી હતી. આ કિસ્સો જગજાહેર થતાં સ્ટોક્સે મિડિયા પર પોતાના અધિકારોનું હનન કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. સ્ટોક્સની આ વાતમાં તેને ઇંગ્લૅન્ડ ટીમનો સપોર્ટ તો હતો જ, પણ હવે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટે પણ તેને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ક્રિકેટ બોર્ડના ચીફ ટોમ હૅરિસને કહ્યું હતું કે ‘સ્ટોક્સને માત્ર ઇંગ્લૅન્ડના પ્લેયરો જ નહીં, પણ ખેલ જગત અને આખા ઇંગ્લૅન્ડનો સપોર્ટ છે.

આ પણ વાંચો : ભારતે 7 વિકેટે દ.આફ્રિકાને માત આપી, કોહલીના આંતરરાષ્ટ્રી ટી20માં સૌથી વધુ રન

ન્યુઝપેપરને વેંચવા અને કેટલીક ક્લિક મેળવવા માટે આ ઘટનાને પેપરના પાને ચઢાવવામાં આવી એ ખૂબ જ દુઃખની વાત છે.’
ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ ઉપરાંત ઇંગ્લૅન્ડ ઍન્ડ મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબોલર માર્કસ રૅશફોર્ડે પણ સ્ટોક્સને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

ben stokes cricket news sports news