ભારતે 7 વિકેટે દ.આફ્રિકાને માત આપી, કોહલીના આંતરરાષ્ટ્રી ટી20માં સૌથી વધુ રન

Published: Sep 18, 2019, 22:05 IST | Mohali

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત સાથે શરૂઆત કરી છે. બીજી ટી20 મેચમાં એક તરફી મેચમાં ભારતે 7 વિકેટે સાઉથ આફ્રિકાને માત આપી હતી. આમ ત્રણ મેચની ટી20 સીરિઝમાં ભારત હવે 1-0થી આગળ છે.

Mohali : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત સાથે શરૂઆત કરી છે. બીજી ટી20 મેચમાં એક તરફી મેચમાં ભારતે 7 વિકેટે સાઉથ આફ્રિકાને માત આપી હતી. આમ ત્રણ મેચની ટી20 સીરિઝમાં ભારત હવે 1-0થી આગળ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ હજુ સુધી મોહાલીના ગ્રાઉન્ડમાં ક્યારેય હાર્યું નથી અને આ જીત સાથે રેકોર્ડ અકબંધ રાખ્યો છે.


ભારતે ઘર આંગણે સતત ચોથી ટી20 મેચ જીતી
આ પહેલા ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમસાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 149 રન કર્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક મેળવ્યો હતો. આમ ટીમ ઇન્ડિયાની ઘર આંગણે સતત ચોથી ટી20 જીત હતી. આ પહેલા ઘર આંગણે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને સતત ત્રણ ટી20 મેચમાં માત આપી હતી. તો બીજી તરફ મોહાલી મેદાનમાં પણ ટીમ ઇન્ડિયાની આ સતત ત્રીજી જીત હતી. ભારત આ ગ્રાઉન્ડ પર હજી સુધી હાર્યું નથી.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

સુકાની વિરાટ કોહલીએ 22મી ટી20માં અડધી સદી ફટકારી
ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ પોતાના ટી-20 ઇન્ટરનેશનલ કરિયરની 22મી ફિફટી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા છેલ્લે સુધી અણનમ રહીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી. વિરાટે 52 બોલમાં 4 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 72 રન કર્યા હતા. તેનો સાથ આપતા ઓપનર શિખર ધવને પણ 31 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ બીજી વિકેટ માટે 61 રન ઉમેર્યા હતા. શ્રેયસ ઐયર છેલ્લે કોહલી સાથે 16 રને અણનમ રહ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK