દર્શકોને વળતો જવાબ આપવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં માફી માગી બેન સ્ટોક્સે

26 January, 2020 01:16 PM IST  |  Mumbai Desk

દર્શકોને વળતો જવાબ આપવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં માફી માગી બેન સ્ટોક્સે

ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ફરી એક વાર વિવાદમાં ઘેરાયો છે. સાઉથ આફ્રિકા સામેની લાઇવ ટેસ્ટ મૅચ દરમ્યાન બેન સ્ટોક્સે દર્શકો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઇંગલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે જોહનિસબર્ગમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મૅચની પ્રથમ ઇનિંગમાં બેન સ્ટોક્સ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ બે રન પર આઉટ થયા બાદ નિરાશ થઈને ડ્રેસિંગરૂમ તરફ આવતો હતો ત્યારે એક દર્શકે તેને કંઈક કહ્યું જેને લીધે તે ભડકી ગયો હતો. જોકે એ પ્રેક્ષક પર ભડકી જતાં સ્ટોક્સે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો એને લાઇવ બ્રૉડકાસ્ટ દરમ્યાન આખા વિશ્વએ સાંભળી હતી. જોકે આ ઘટના બાદ સ્ટોક્સે સામેથી સોશ્યલ મીડિયામાં પોતાની ભૂલ સ્વીકારતાં માફી માગી લીધી હતી.

સ્ટોક્સે કહ્યું હતું કે ‘હું મારી અભદ્ર ભાષા બદલ માફી માગું છું, જેને લાઇવ બ્રૉડકાસ્ટ પર બધાએ સાંભળી. હું જ્યારે આઉટ થઈને પાછો આવી રહ્યો હતો ત્યારે દર્શકો તરફથી મારા માટે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું સ્વીકારું છું કે મારું વર્તન પ્રોફેશનલ નહોતું, મેં જે ભાષા વાપરી એ માટે માફી હું માગું છું.’

sports sports news cricket news ben stokes