BCCIએ અર્જુન એવોર્ડ માટે કરી આ બે ગુજરાતીઓની ભલામણ

27 April, 2019 02:27 PM IST  |  મુંબઈ

BCCIએ અર્જુન એવોર્ડ માટે કરી આ બે ગુજરાતીઓની ભલામણ

ફાઈલ ફોટો

BCCIએ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં 3 ક્રિકેટરોની ભલામણ કરી છે જેમાંથી 2 ભારતીય ક્રિકેટરો ગુજરાતી છે અને ભારતીય ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. BCCIએ ભારતના સ્ટાર બોલર અને ફિરકી બોલરની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરી છે. BCCIએ ભારતીય મેન્સ ક્રિકેટમાં મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ભલામણ કરી છે સાથે જ BCCI દ્વારા ભારતીય મહિલા ક્રિકેટર પુનમ યાદવની પણ અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે.


બુમરાહ અને જાડેજાની પસંદગી

જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. બુમરાહે ઘણી મેચો એકલા હાથે ભારતીય ટીમને જીતાડી છે. જસપ્રીત બુમરાહના સતત સારા પ્રદર્શનના કારણે રેન્કિંગમાં પણ પહેલા સ્થાને છે. જ્યારે રવિન્દ્ર જાડેજા તેની ફિરકી બોલિંગ માટે જાણીતો છે મિડલ ઓર્ડરમાં કઈ રીતે ટીમને વિકેટ અપાવવી તે રવિન્દ્ર જાડેજા ખુબ સારી રીતે જાણે છે. જાડેજા બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ ભારતીય ટીમને સપોર્ટ કરે છે. જાડેજાને તેના પરફોર્મન્સના કારણે ઈંગ્લેન્ડમાં રમાનારી વર્લ્ડ કપ ટીમમાં પણ સ્થાન મળ્યું છે.

રમત ગમત ક્ષેત્રે સારુ પ્રદર્શન કરનારા ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. અર્જુન એવોર્ડના નોમિનેશન માટે બધી જ રમતોને સમાવવામાં આવી છે. જેમાં એવોર્ડ સાથે 5,00,000 રુપિયાનું ઈનામ પણ આપવામાં આવે છે. અર્જુન એવોર્ડ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે. અર્જુન એવોર્ડની શરુઆત 1961માં થઈ હતી જેમાં બઘી જ રમતોનો સમાવેશ કરવામાં આવે છે. આ વર્ષે BCCI દ્વારા બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શામી અને મહિલા ક્રિકેટર પુનમ યાદવની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરી છે.

ravindra jadeja jasprit bumrah cricket news board of control for cricket in india